How to make Set Dosa recipe? સેટ ઢોસા

Set Dosa is most popular dish in Karnataka and Bangluru. Set Dosa is also called traditional dosa. Many South Indian people used as breakfast.

Let’s try here Set Dosa recipe in Gujarati language..

Set Dosa Recipe South Indian

સામગ્રી :

– 2 કપ ચોખા
– 1 કપ પૌઆ
– 1/2 કપ અડદની દાળ
– 1/2 ટી સ્પુન મેથી
– સાદું મીઠું (આયોડાઇઝ નહી) સ્વાદ પ્રમાણે
– તેલ જરૂરિયાત મુજબ

રીત :

– ચોખા ધોઈ પુરતા પાણીમાં 5 કલાક માટે ભીંજવી દો.
– અડદની દાળ, મેથી ધોઈ પુરતા પાણીમાં 5 કલાક માટે ભીંજવી દો.
– પૌઆને પીસતા પહેલા ધોઈ લેવા.
– મિક્સર માં અડદની દાળ, મેથી, મીઠું, પૌઆ એક કપ પાણી નાખી સોફટી બને ત્યાં સુધી પીસી લેવું. જરૂર પડે તો વધારે પાણી નાખી શકાય. (પાણી વધુ ન પડે તેનુ ધ્યાન રાખવુ નહી તો ખીરૂ પતલુ થઈ જશે)
– મિશ્રણને બાઉલમાં કાઢી લો.
– મિક્સર માં ચોખા 1/4 કપ પાણી નાખી સ્મુથ પેસ્ટ બનાવો.
– હવે ચોખાના મિશ્રણને બીજા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લો.
– તવાને ગરમ કરી ચમચો ભરીને ખીરૂ ઠાલવો. મિશ્રણ હળવા હાથે ચોપડો. ( સાદા ઢોસાની જેમ ફેરવવું નહી)
– તવાને થોડીવાર માટે ઢાંકી દો જેથી ઢોસો અંદરથી પણ રંધાય. પછી પલટાવીને પણ થોડું શેકો એટલે તૈયાર.
– ઉપર સ્પાઈસી મસાલા છાંટી ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

(નોંધઃ ક્રીસ્પી ઢોસા માટે ગેસની આંચ ધીમી કરો. અને વધુ વખત માટે રાંધો.)

રસોઈની રાણી : ઉર્વી સેઠિયા