All Time Favorite Masala Khichdi in Gujarati

Masala Khichdi is all time favorite lightly food item in Gujarat. Gujarati people like masala khichdi with dahi (curd) or kadhi. It is all time favorite and famous food in Gujarat.

Let’s try here tasty Masala Khichdi

મસાલા ખીચડી (Masala Khichdi)

masala-khichdi recipe

“મસાલા ખીચડી” (3 વ્યક્તિઓ માટે)

સામગ્રી:

ચોખા – ૨ કપ
તુવેરની દાળ – ૧ કપ
ગાજર – ૧ નંગ
વટાણા – ૧૫૦ ગ્રામ
તજ – ૪ નંગ
લવિંગ – ૨-૪ નંગ
આખા લાલ મરચાં – ૨ નંગ
હળદર – અડધી ચમચી
મરચું – ૧ ચમચી
ગરમ મસાલો – ૧ ચમચી
જીરું – પા ચમચી
રાઇ – પા ચમચી
આદું-લસણની પેસ્ટ – દોઢ ચમચી
તેલ – ૨ ચમચા
પાણી – જરૂર પ્રમાણે

રીત:

-દાળ અને ચોખાને ધોઇ એક કલાક માટે પલાળી રાખો.
-જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો.
-તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો અને બધી સામગ્રી તેમાં નાખીને સાંતળો.
-તેમાં બધા શાક નાખી થોડી વાર હલાવો અને દાળ-ચોખા ઉમેરી દસેક મિનિટ રહેવા દો.
-આમાં પાંચ કપ પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી રાખી આંચ પરથી ઉતારી લો.
-કઢી કે છાશ સાથે ગરમાગરમ ખીચડીની મઝા માણો

 

Advertisements