Make Spicy Indian Style Red Chilly Pasta in Gujarati Language

Nowdays many Gujarati’s kids like pasta. Let’s see here recipe of Spicy and tasty Indian Style Red Chilly Pasta. Here provide recipe in Gujarati language..

Let’s see here:

ઇન્ડિયન સ્ટાઇલ રેડ ચીલી પાસ્તા
(Indian style red chilly pasta)

Indian style red chilly pasta

સામગ્રી:

500-ગ્રામ પાસ્તા
એક સમારેલી ડુંગળી
એક સમારેલું ગાજર
એક બારીક સમારેલું કેપ્સિકમ
1/2 Tbsp લસણની પેસ્ટ
4-5 લીલા મરચાં
1 tbsp ટોમેટો પ્યુરી
1 tsp ચિલી સૉસ
1 tsp લાલ મરચું પાઉડર
1/2 tsp આમચુર પાઉડર
1 tsp કાળા મરીનો પાઉડર
1 tsp જીરું
Pinch of ગરમ મસાલો
સ્વાદ મૂજબ મીઠું
ચાર કપ પાણી
1-2 tbsp તેલ

રીત:

– એક કઢાઈમાં પાણી ગરમ કરો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા અને થોડું મીઠું નાંખો. પાસ્તા સારી રીતે ચઢી જાય એટલે તેમાંથી પાણી કાઢીને પાસ્તા એકબાજુએ મૂકી દો અને ઠંડા થવા દો.
– હવે એક કઢાઈ લો અને તેમાં લસણની પેસ્ટ અને કાપેલા લીલા મરચાં નાંખો. તેને મિક્સ કરો ઉપરથ કાપેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ પણ ઉમેરો અને આ મિશ્રણને ધીમી આંચે ચઢવા દો.
– શાકભાજી થોડા-થોડા ચઢી જાય એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું, 4 કપ પાણી, ટોમેટો પ્યુરી, ગરમ મસાલો, જીરું પાડવર, લાલ મરચું, આમચુર પાવડર, લીલું મરચું, કાળા મરીનો પાવડર અને ચિલિ સૉસ નાંખી ઉકાળો.
– આ પેસ્ટ થોડી ઘટ્ટ થઇ ઉકળવા લાગે એટલે તેમાં પાસ્તા ઉમેરો અને થોડીવાર સુધી મધ્યમ આંચે પાસ્તામાં પેસ્ટનો મસાલો ચઢે એ રીતે રંધાવા દો અને થોડીવાર બાદ ગેસની આંચ બંધ કરો. – પાસ્તાને સર્વીંગ ડીશમાં કાઢી ઉપરથી ચીઝ છીણીથી ગાર્નિશ કરી ગરમાગરમ પીરસો.
રેડી છે
ઇન્ડિયન સ્ટાઇલ રેડ ચીલી પાસ્તા…..

 

Make Hot and Spicy Vegetable Sizzler

Let’s try Hot and Spicy Vegetable Sizzler!!

વેજ.સિઝલર (Vegitable sizzler)

Vegetable Sizzler

સામગ્રી:

૨-૩ મિડીયમ સાઈઝ ના કાંદા
૨-૩ મિડીયમ સાઈઝ ના પોટેટો (ફ્રેન્ચફ્રાય બનાવવા માટે.)
(બેબી પોપેટો નાંખવા હોય તો ૫-૬ લેવા)
૮-૧૦ ફણસી
૧ કપ બાફી અને સ્ટર્ ફ્રાય કરેલુ ફલાવર અને ગાજર
૨-૩ ટમેટા(બી કાઢી નાંખવા)
૪-૫ સ્લાઈઝ કરેલા લીલાં મરચાં
૧/૨ tspn લાલ મરચું પાવડર
૧/૨ tspn હળદર પાવડર
૧/૨ tspn ધાણાંજીરું પાવડર
૧/૨ tspn મરી પાવડર
૨ tbsp સિંગતેલ
૧-૨ tbsp બટર
મીંઠુ સ્વાદ પ્રમાણે
૧ સિઝલીંગ પ્લેટ
૩-૪ કોબીજ નાં પાન

રીત:

• ગાજર,કેપ્સીકમ,ફણસી,પોટેટો અને કાંદા ની નાની સ્લાઈઝ કાપી લો.
• આ બધા વેજ. ને બાફી સ્ટર ફ્રાય કરી લો.
• એક પેન માં તેલ/ બટર ગરમ કરી કાંદા,લીલા મરચાં અને કેપ્સીકમ નાખી સાતળી લો.તેમાં લાલ મરચું, હળદર અને ધાણાજીરુ પાવડર નાખી હલાવી લો.
• હવે સિઝલિંગ પ્લેટ ને ગરમ કરી બટર નાંખી તેના પર કોબીના પાન ગોઠવી તેના પર ફ્રેન્ચફ્રાય ગોઠવો વચ્ચે બોઈલ રાઈઝ અથવા પુલાવ મુકો.પછી ફ્રાય પનીર અને વેજ. નાંખી ગાર્નિશ કરો.ત્યાર બાદ સર્વ કરતી વખતે ગરમ સિઝલિંગ પ્લેટ પર બટર નાખી સર્વ કરો.

Extra tip:

• તમે વધારાના વેજ.,પનીર ,કોર્ન ,બ્રોકલી અને બીજા ફ્લેવર નાખી શકાય અને તમે સેઝવાન/ચાઈનીઝ સોસ પણ નાખી શકો છો પણ કમ્પલસરી નથી .
• સર્વ કરતી વખતે થોડુ પાણી છાંટવુ જેથી વેજીસ સુકા ન લાગે.
• સિઝલિંગ પ્લેટ ના હોય તો એક તવા ને ગરમ કરી કોબી ના પાન ગોઠવી બટર નાખી આવી ઇફેકટ આપી શકો છો.

રસોઇની રાણી : ખુશ્બૂ દોશી (સુરત)

Paneer Chilly Dry Chinese Recipe

Try here most popular chinese recipe of Paneer Chily dry here!!

It’s Hot and Spicy here!!

પનીર ચીલ્લી એ એક ભારતની ભારતીયોની ફેવરીટ ચાઇનીઝ ફયુઝન રેસીપી છે. ભારતમાં ઓથેન્ટિક ટેસ્ટ આપ્યો છે. જે બધાને નાના-મોટા બાધાને જ ખુબ પ્રિય છે. તો ચાલો આજે ઘરે જ બનાવી એ હોટેલ જેવો ઓથેન્ટિક ટેસ્ટનાં ડ્રાય પનીર ચીલ્લી.

PANEER CHILLY DRY

સામગ્રી :
• ૫૦૦ ગ્રામ ફ્રેશ પનીર ( સરખા ક્યુબ કરવા)
• તળવા માટે તેલ (પનીર ડિપ ફ્રાય કરવા માટે)
• 3-4 ચમચી તેલ
• ૨- ચમચી લસણની પેસ્ટ
• ૨- આદુની પેસ્ટ
• 1 – નાની ચમચી લીલા મરચાંની પેસ્ટ
• લીલા મર્ચા બારીક અથવા લાંબા સ્લાઇઝ કરીને
• ૧ નાનુ બાઉલ લીલા કાંદા(લીલા કાંદા ના હોય તો રેગ્યુલર કાંદા વાપરી શકાય)
• ૧ મિડીયમ સાઇઝ નુ કેપ્સીકમ પતલી સ્લાઇઝ કરવી.(અથવા પીસ કરવા. બજાર માં લાલ અને લીલા મળતા હોઇ તો તમે એ પણ વાપરી શકો).
• ૧ નાનુ ગાજર (નાની નાની સ્ટ્રીપ, પીસ અથવા સ્લાઇઝ કરવા)
• ૧-૨ ટી સ્પુન કોર્ન ફ્લોર
• ૨ ચમચી ટોમેટો કેચપ
• ૨ ચમચી સોયા સોસ
• ૧ ચમચી ચીલી સોસ
• ૧-૨ ચમચી વિનેગર
• મીંઠુ સ્વાદ મુજબ
• ૧ ચમચી મેંદો

બેટર બનાવવા માટે :
• ૨- ચમચા મેંદો
• ૨- ચમચી કોર્નફોલોર
• ૧- ટી.સ્પુન વિનેગર અને સોયાસોસ
• મીઠું સ્વાદ મુજબ
• પાણી જરૂર મુજબ

રીત:
– પનીરનાં એક સરખા ક્યુબ કરો.(પીસ તમને ગમે એ શેપમાં કટ કરી શકો છો. પણ બહુ નાના કે બહુ મોટા નહિ)
– એક ટીસ્યુ પેપરમાં એને છુટા કરી મુકી દો જેથી એનુ મોઇસ્ચર એ ટીસ્યુપેપર ઓબ્સર્વ કરી લે.પછી એને કોર્નાફલોરમાં રગદોળી લો. અને એક પેન માં તેલ ને ધીમાં ગેસ પર ગરમ થવા મુકી દો.
– હવે એક બાઉલમાં કોર્નફ્લોર, વિનેગર, સોયાસોસ, મીઠું અને પાણી નાંખી સોફ્ટ બેટર રેડી કરી લો.( બેટર બહુ પાતળુ કે બહુ જાડુ નહિ રાખવુ).
– હવે રગદોળેલા પનીર ને આ બેટરમાં ડીપ કરી ગરમ તેલમાં ક્રીસ્પી અને બ્રાઉન થાય ત્યાંસુધી તળી લો.
– એક પેપર નેપકીનમાં રૂમ ટેમ્પ્રેચર પર મુકી દો.

* ડ્રાય પનીર ચીલ્લી બનાવાની રીત :

– એક પેન માં તેલ ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલ આદુ-મરચા, બારીક સમરેલ લસણ અથવા લસણની પેસ્ટ ને 5 મિનીટ સાંતળો. એની જરા સ્મેલ આવે એટલે કાંદા, કેપ્સીકમ (એકનાં 4 પીસ અથવા સ્લાઇઝ) ને સાંતળવા નાખી થોડુ હલાવી એમાં સોયાસોસ, ટોમેટો કેચપ, વિનેગર,કોર્નફલોર,મેંદાનૂ બેટર અને થોડુ પાણી નાંખી બરોબર હલાવો.
– પછી જો બ્લેક કલર ના દેખાય તો ડાર્ક કરવા સોયાસોસ ઉમેરી હલાવી હવે એમાં પનીર નાંખી , થોડુ પાણી નાંખી હલાવી થોડી વાર પાકવા દો.
– થોડું પાકી જાય અને ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લીલા કાંદા, કેપ્સીકમ અને ગાજર નાંખી ગરમા-ગરમ સર્વ કરો.
તો રેડી છે ડ્રાય પનીર ચીલી.
(જો કોઇ સ્પાઈસી ખાવાના શોખીન હોય તો મરચાની પેસ્ટ વધારે નાખવી. આ પનીરચીલી માં સેઝવાન સોસ નાખી સેઝવાન પનીર ચીલી બનાવી શકાય.)

રસોઇની રાણી:
ખુશ્બુ દોશી(સુરત)