How to Make Italian Pasta Pane?

Pasta Pane is casual Italian Food item, but our Gujarati people like pasta and also try in Italian restaurant,hotel..

See here recipe of pasta pane in Gujarati language..

પેને પાસ્તા (Pane Pasta)

pasta-pane italian recipe

સામગ્રી :
૧ કપ.. બાફેલા પેને પાસ્તા
૧ નંગ.. ડુંગળી (લાંબી સમારેલી)
૧ નંગ.. ટામેટું (ક્રશ કરેલું)
૧ ટે સ્પૂન.. તેલ
૧ ટી સ્પૂન.. જીણું સમારેલું લસણ
૨.. લીલાં મરચાં (લાંબા ક્રૉસ કટ કરલાં)
૧-૨ ટે સ્પૂન.. ટૉમેટો કે-ચપ
ચપટી.. મરી પાવડર
ચપટી.. ઓરેગાનો
ચપટી.. ચીલી ફ્લૅક્સ
મીઠું

રીત :
• પેન માં તેલ લઇ લસણ સાંતળો. પછી ડુંગળી અને લીલાં મરચાં ઉમેરી સાંતળો. ડુંગળી બ્રાઉન થાય પછી ટામેટાં ઉમેરી ટામેટાં ની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળો.
• હવે ટૉમેટો કે-ચપ, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લૅક્સ ઉમેરી પાસ્તા અને મીઠું ઉમેરી ૨-૩ મિનિટ થવા દો. ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર છે પેને પાસ્તા.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

Advertisements