Recipe of Veg. Hakka Noodles in Gujarati

Let’s see here recipe of Veg. Hakka Noodles in Gujarati. Make Spicy and Hot Noodles..

વેજ. હક્કા નુડલ્સ ( Veg. Hakka Noodles)

Veg. Hakka Noodles in Gujarati

સામગ્રી :

૫૦૦ ગ્રામ નુડલ્સ ( અધકચરી બાફેલી )
૩-૪ ટે.સ્પુન તેલ
૨- ચમચી લસણની પેસ્ટ
૨- આદુની પેસ્ટ
૧- ચમચી લીલા મર્ચા બારીક સમારેલ અથવા લાંબા સ્લાઇઝ કરીને
૧- નાનુ બાઉલ લીલા કાંદા(લીલા કાંદા ના હોય તો રેગ્યુલર કાંદા વાપરી શકાય)
૧- મિડીયમ સાઇઝ નુ કેપ્સીકમ પતલી સ્લાઇઝ કરવી.(અથવા પીસ કરવા. બજાર માં લાલ અને લીલા મળતા હોઇ તો તમે એ પણ વાપરી શકો)
૧- કપ કોબી બારીક લાંબી સમારેલ.
૧- નાનુ ગાજર (નાની નાની સ્ટ્રીપ, પીસ અથવા સ્લાઇઝ કરવા)
૨- ચમચી સોયા સોસ
૧- ચમચી ચીલી સોસ
૧-૨ ચમચી વિનેગર
ચપટી મરી પાવડર
મીંઠુ સ્વાદ મુજબ

રીત:

– સૌ પ્રથમ એક નોનસ્ટીક પેન માં નુડલ્સ ડુબે એટલું પાણી લઇ એમાં 3 ચમચી તેલ નાંખી ગરમ થવા મુકો. હવે એ ઉકળવા લાગે એટલે એમાં નુડલ્સ નાંખી કાચી પાકી બાફીલો.(નુડલ્સ ને બહુ પાકવા ન દેવી.) પાકી જાય એટલે એક ચારણીની મદદથી બધુ પાણી કાઢી ઠંડા પાણીમાં નાંખી 5 મિનીટ માં એ પાણી કાઢી સુકાવા મુકી રાખો.
– એક પેન માં તેલ ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલ આદુ-મરચા, બારીક સમરેલ લસણ અથવા લસણની પેસ્ટ ને 5 મિનીટ સાંતળો. એની જરા સ્મેલ આવે એટલે
– કાંદા, કોબી ગાજર અને કેપ્સીકમ ( પતલી સ્લાઇઝ) ને સાંતળવા નાખી થોડુ હલાવી એમાં સોયાસોસ વિનેગર નાંખી બરોબર હલાવો. થોડુ પાકે એટલે એમા નુડલ્સ અને ચપટી મરી પાવડર નાંખી હલાવો.
– હવે જો બ્લેક કલર ના દેખાય તો ડાર્ક કરવા ફરી સોયાસોસ ઉમેરી હલાવો એમાં નુડલ્સ નાંખી હલાવી લો. અને થોડી ડાર્ક થઇ જાય એટલે એને સર્વીંગ પ્લેટ માં નાખી લીલા કાંદા કેપ્સીકમ ગાજર થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.( આ નુડલ્સ ને સર્વીંગ પ્લેટમાં નાખ્યા પછી ઉપર ચીઝ નાંખી ગાર્નીંશ પણ કરી શકાય છે)
તો રેડી છે ગરમા ગરમ હક્કા નુડલ્સ.

રસોઇ ની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

Source:https://www.facebook.com/rasoinirani/