How to Make Rajsthani Dal Bati Recipe in Gujarati Language?

Dal Bati is most famous food item in Rajsthan. it is also mostly famous in Uttar Pradesh and Madhya Pradesh. Now many Gujarati people like Dal Bati food with churma..

Let’s try here Dal Bati recipe in Gujarati language..

દાળ બાટી (Dal Bati)

Dal Bati Churma: Rajasthani Cuisines

સામગ્રી :

ઘઉં નો લોટ – 500 ગ્રામ,
ઘઉં નો કકરો લોટ 100 ગ્રામ (એક કપ)
તેલ – 100 ગ્રામ (અડધો કપ)
અજમો – ½ ચમચી ,
બેકિંગ સોડા – ½ ચમચી,
મીઠું સ્વાદ અનુસાર ,
થોડું ગરમ પાણી લોટ બાંધવા

દાળ બાટી બનાવવા માટે ની પદ્ધતિ : =

ઍક બાઉલમાં ઘઉં નો લોટ અને કકરો લોટ મિક્સ કરી મીઠું અને અજમો નાખો .તેલ માં સોડા મિક્ષ કરી લોટ માં નાખી બરાબર મિક્ષ કરો .નવસેકા પાણી ની મદદ થી રોટલી ની કણક જેવી કણક તૈયાર કરો .

20 મિનિટ માટે કણક ને ઢાંકી રાખો, જેથી કણક ફુલી ને તૈયાર થઈ જાય.. 20 મિનિટ પછી, તેલ વાળા હાથ થી કણક મસળી ને મુલાયમ્ કરો. કણક ના મધ્યમ કદના ગોળા બનાવો ફોટા મુજબ .બાટી ના ઓવન ને ગરમ કરો .

ગરમ થાય એટલે બાટી ઉપર તેલ લગાવીને બાટી ના કુકર ની જાળી ઉપર મુકો હવે ધીમા તાપ થી શેકી લો .10-15 મિનિટ થશે શેકાતા .સેકાઈ જાય એટલે ઘી માં બાટી નાખી દો . (નોંધ આ સેકેલી બાટી છે .બાફલાં બાટી બનાવવી હોય તો બાટી ને ગરમ પાણી માં એક ચમચી તેલ અને હાફ ચમચી હળદર નાખી ઉકાળી લેવી ત્યાર બાદ ઠંડી કરી ને શેકવી )

મિક્ષ દાળ બનાવવાની રીત:

તુવેર દાળ – 100 ગ્રામ (અડધા કપ)
અડદ દlળ,
મગ દળ – 50 ગ્રામ (1/4 કપ)
ચણા દાળ – 50 ગ્રામ (1/4 કપ),
તેલ 4 ટેબલ સ્પૂન,
હિંગ – 1-2 ચપટી,
આખા લાલ મરચાં 2,
તજપlન2 લવિંગ 2 ,
લીમડો 4-5 પાન ,
જીરૂ 1 ચમચી ,
હળદર પાવડર ½ ચમચી,
ધાણાજીરુ પાવડર – એક ચમચી ,
લાલ મરચું પાવડર 1 ચમચી,
ટામેટાં – 2, ડુંગળી 1,
લીલા મરચા- 1-2 ,
આદુ – 2 ઇંચ લાંબો ટુકડો,
લસણ 4-5 કળી,
ગરમ મસાલા – 1/4ચમચી ,
કોથમીર – (બારીક સમારેલી)
સ્વાદ માટે મીઠું ,
લીંબુ – એક

પદ્ધતિ :

બધી દાળ ધોઈ ને કુકર માં પાણી અને હળદર નાખી ને 2 સિટી વાગ્વા દો. ગેસ બંધ કરી લો. .લીલા મરચા ,આદુ લસણ ને વાટી ને પેસ્ટ બનાવો .ડુંગળી ટામેટા ને ઝીણા સમારી .

એક ફ્રાયિંગ પેન માં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકો. હિંગ અને જીરું ઉમેરો. આખા લાલ મરચાં ,તજપlન,લવિંગ , લીમડો ઉમેરી પછી, આદુ મરચા લસણ ને સાંતળી લો .ત્યાર બાદ ડુંગળી ટામેટા નાખો .ટામેટા ચઢે એટલે બધા મસાલા નાખી જરૂર મુજબ પાણી નાખી બાફેલી દlળ નાખી ઉકાળી લો .

લીંબુ નો રસ નાખો દlળ બન્યા પછી કોથમીર નાખી, દાળબાટી ને લસણ કોથમીર ની ચટણી ,ચુરમા અને ગરમ ઘી સાથે સર્વ કરો.

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

 

રાજસ્થાની કચોરી (Rajasthani Kachori) Recipe | Rajasthani Cuisine

Let’s see here How to make famous Rajasthani Kachori in gujarati style.

રાજસ્થાની કચોરી (Rajasthani Kachori)

Rajasthani Kachori

સામગ્રી-

-2 ચમચી ચણાનો લોટ
-2 ચમચી ટોપરાનું છીણ
-1 ચમચી શેકેલા તલ
-1 ચમચી લાલ મરચું
-1 ચમચી ધાણાજીરૂ
-1 ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-વરીયાળીનો ભૂકો
-ખાંડ સ્વાદાનુસાર
-લીંબુનો રસ સ્વાદાનુસાર
-મેંદાનો લોટ જરૂર પ્રમાણે
-તેલ તળવા માટે
-ગ્રીન ચટણી
-ગળી ચટણી
-દહીં
-ડુંગળી ઝીણી સમારેલી
-ખારી બુંદી
-કોથમીર
દાડમના દાણા

રીત-

સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો. ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું મીઠું, ધાણાજીરૂં, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્ષ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો. હવે મેંદાની કણકમાંથી જાડી પૂરી વણો.

તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પૂરી વણો. આ સ્ટફ્ડ પરુી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી,દાડમના દાણા ખારી બુંદી અને કોથમીર ઉમેરી પીરસો.

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)