How to Make Cabbage Carrot Capsicum Paratha?

Do you like Cabbage, Carrot, Capsicum vegetables. Then you can try this mix of paratha in Gujarati language. This is the perfect kid’s lunch box recipe, if you kids do not like Cabbage, Carrot, Capsicum then try this recipe.

Make spicy and tasty paratha!!

કોબીજ -ગાજર -કેપ્સિકમ પરોઠા (cabbage carrot capsicum paratha)

cabbage carrot capsicum paratha

સામગ્રી:-

કોબીજ – જીણું સમારેલું
1 કેપ્સિકમ – જીણું સમારેલું
1 ગાજર – છીણેલું
લાલ મરચું
મીઠું
તેલ – વઘાર માટે અને તળવા માટે
કોથમીર -સમારેલું
હિંગ અને તલ

પરોઠા માટે લોટ ની કણક

ખૂબ સરળ છે, ગાજર છીણવું અને શાકભાજી સમારી લેવા
1/2 ચમચી મીઠું ઉમેરો અને 1/2 કલાક રહેવા દો અને Squeez કરી બધું પાની નિચોવી લો
એક pan માં વઘાર માટે તેલ મુકો , જ્યારે તેલ ગરમ થાય એટલે હિંગ અને તલ નાખો બધા શાકભાજી ઉમેરો , લાલ મરચું નાખો। અને સ્વાદ ચાખી જુવો। જરૂર લાગે તો જ જરા મીઠું ઉમેરો

1 મીનીટ માં ગેસ ઑફ કરી દો , આ શાકભાજી crunchy રહેવા જોઈએ

ઠંડુ થાય એટલે કોથમીર અને ચીઝ ઉમેરો
( આજે મેં ચીઝ નથી ઉમેર્યું )

stuffing તૈયાર છે. ગરમા ગરમ stuff પરોઠા તમારા મનપસંદ ચટણી સાથે આનંદ થી પીરસો

રસોઈની રાણી – રીન્કુ પટેલ (લંડન)

 

How to Make Cheez Chinese Toast in Gujarati Style?

In Gujarat, all gujju’s like Chinese food items and mostly kids favourite cheez item with Chinese item..

Let’s see here all time favourite Cheez Chinese Toast recipe in Gujarati language.

ચીઝી ચાઇનીઝ ટોસ્ટ (Cheez Chinese Toast )

Cheez Chinese Toast

* સામગ્રી :-
– સેન્ડવીચ બ્રેડ : ૮ નંગ
– કોબીજ, ગાજર, ફણસી, કેપ્સીકમ લાંબા સમારેલ : ૧/૨ બાઉલ
– બાફેલ નુડલ્સ : ૧/૨ બાઉલ
– સોયા સોસ : ૧ ટી.સ્પુન
– ચીલી સોસ : ૨ ટી.સ્પુન
– સુકી અથવા લીલી ડુંગળી : ૨ નંગ
– આજીનો મોટો : ૧/૪ ટી.સ્પુન
– મીઠું : સ્વાદ પ્રમાણે
– આદુ, મરચા, લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન
– લીલી ચટણી [કોથમીર, ફુદીના, આદુ-મરચા ની]
– ટોમેટો કેચપ
– ચીઝ : ૪ ક્યુબ

* રીત :-

– સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ટી.સ્પુન તેલ લઇ તેમાં આદુ-મરચા-લસણ ની પેસ્ટ સાંતળી પછી તેમાં લીલી અથવા સુકી ડુંગળી સાંતળવી.
– ત્યારબાદ તેમાં લાંબા સમારેલ કોબીજ, ગાજર, ફણસી અને કેપ્સીકમ ને ૩ મિનીટ સાંતળવા.
– હવે તેમાં મીઠું, આજીનો મોટો, બાફેલ નુડલ્સ, ચીલી સોસ, સોયા સોસ, વગેરે નાખવું.
– હવે તેને ગેસ પરથી નીચે ઉતારી ૨ ક્યુબ ચીઝ નાખવું.
– ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ ની આગળ-પાછળ બટર લગાવી તેની ઉપર લીલી ચટણી લગાવવી
– અને, તેની ઉપર ચાઇનીઝ મિશ્રણ પાથરી બીજ બ્રેડ ની પણ આગળ-પાછળ બટર લગાવી – એક બાજુ ટોમેટો કેચપ લગાવી તેને સેન્ડવીચ તરીકે ગોઠવવી.
– હવે આ તૈયાર સેન્ડવીચ ને ટોસ્ટ કરી લેવી.
– ટોસ્ટ પર ચીઝ ખમણી લીલી ચટણી અને ટોમેટો કેચપ વડે ચેક્સ કરી, ચાઇનીઝ સલાડ સાથે એકમ્પની કરી આ “ચીઝી ચાઇનીઝ ટોસ્ટ” સર્વ કરવા.

રસોઈની રાણી : હર્ષા મેહતા (રાજકોટ)

 

How to Make Pizza Puri recipe for Kids?

Mostly people like Pizza. It’s mostly favorite in kids.. But see here snacks or nasta item of Pizza Puri..

See here:

પિઝા પૂરી( pizza puri )

Pizza Puri

સામગ્રી :

250 ગ્રામ મેંદો અથવા ઘઉં નો લોટ
50 ગ્રામ સોજી
3 ટી સ્પૂન ઘી (મોયણ માટે )
2 ટે સ્પૂન ટોમટો પાવડર (ટોમટો સૂપ પેકેટ માથી પણ વાપરી શકાય )
2 ટી સ્પૂન ઓનિય્ન પાવડર (ઓપ્સનલ )
2 /3 ટી સ્પૂન ચીઝ પાવડર
2 ટી સ્પૂન ચિલી ફ્લેક્સ
2 ટી સ્પૂન ઓરેગાનૉ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ.

રીત :

સૌ પ્રથમ લોટ અને બધાં પાવડર અને મસાલા ને મિક્ષ કરી લો..તેમાં ઘી નુ મોયણ નાખો.ફરસી પૂરી જેવો જ લોટ બાંધો.
તેને ઢાંકીને 30 મિનિટ રાખો.
તેની મન પસંદ સાઈઝ ની પૂરી વણી લો
તેને મધ્યમ તાપે તડી લો.
( ચીઝ ની માત્રા વધારો તો ઘી નુ મોયણ ઓછુ કરવુ)

આ પૂરી સાથે થશે ચાય પે ચર્ચા !

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

How to Make Tomato Muthiya in Gujarati?

Muthiya is the most famous food items in Gujarat. It’s make a nasta or farsan type in all the Gujarati’s home. let’s try here Tomato Muthiya,it’s yummy and tasty..

Recipe of Tomato Muthiya

ટોમેટો મુઠીયા (Tomato Muthiya)

Tomato Muthiya

સામગ્રી:

1.5 વાટકી ઘઉંનો લોટ
1/2 વાટકી મિક્સ લોટ જે હોય તે (બાજરી, ચણાનો લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ, ચોખાનો લોટ)
1 વાટકી સમારેલી મેથી
1.5 વાટકી ટોમેટો પેસ્ટ
2 લીલા મરચા પેસ્ટ
1/2 વાટકી દેશી ગોળ
2 ચમચી ધાણાજીરું
1 ચમચી હળદર
3 ચમચી લાલ મરચું
મીઠું
ચપટી ખાવાના સોડા
2 ચમચા તેલ
2 ચમચા તેલ + તલ + રાય+ લીમડાના પાન + લીલા મરચા
કોથમીર
કોપરાનું ખમણ

રીત:

સૌ પ્રથમ એક વાસણમાં બધા લોટ, મેથી, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ લઇ મિક્સ કરવું.
એક બાઉલમાં ટોમેટો પેસ્ટ લઇ તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
પછી લોટવાળા મિક્ષણમાં પેસ્ટ ઉમેરી મૂઠિયાંનું મિક્ષણ બનાવવું, જરૂર પડે તો જ પાણી લેવું.
પછી મુઠીયા વાળી લેવા.
સ્ટીમરમાં પાણી ઉકળે એટલે મુઠીયાને અડધી- પોણી કલાક મીડીયમ તાપે ચડવા દેવા.
પછી થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.
એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, લીલા મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયાના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે ટોમેટો મુઠીયા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

Monsoon Special: Stuffed Bread Pakora Recipe in Gujarati

Now a day Monsoon is coming in our Gujarat.Mostly  Gujarati people love pakora is the best monsoon food item and this is the most favorite foodie item and mostly eat when rain start at Ahmedabad. Ahmedabad people like chataka item likes pakora..

Let’s try recipe of Stuffed Bread Pakora

પકોડા (Stuffed Bread Pakora)

Stuffed Bread Pakora

સામગ્રી:-

૪ સ્લાઇસ બ્રેડ
૨ ચમચી ટોમેટો કે-ચપ
૧ કપ બેસન
૧/૨ ચમચી હળદર
૧ ચમચી લાલ મરચુ
મીઠું સ્વાદ મુજબ
૧ ચમચી અજમો
૧ ચમચી જીરુ
૧/૨ ચમચી ખાંડ
ચપટી ઇનો
તેલ
રીત:-
બેસન મા મીઠું, હળદર, લાલ મરચુ, અજમો, ખાંડ ને જીરુ નાંખી બરાબર હલાવી તેમાં ચપટી ઇનો નાંખી પાણી ઉમેરી બરાબર હલાવું. ગઠ્ઠા ના રહેવા જોઈએ.

સ્ટફીંગ માટે:-

૨ બાફેલા બટાકા
૧/૨ ડુંગળી ઝીણી સમારેલી
૨ ફુદીના ના પત્તા
થોડા લીલા ધાણા ઝીણા સમારેલા
૧/૨ ચમચી મેન્ગો પાવડર
મીઠું
૧/૨ ચમચી લાલ મરચુ
૧/૪ લીલા મરચા ની કતરણ

રીત:-

બાફેલા બટાકા ને છૂંદી ને તેમાં ડુંગળી, ફુદીનો, લીલા ધાણા, લીલા મરચા ની કતરણ, મીઠું ને મેન્ગો પાવડર નાંખી બરાબર મિક્સ કરી લેવું

બ્રેડ ની ઉપર ટોમેટો કે-ચપ લગાવી સ્ટફીંગ ભરી વચ્ચે થી કાપી લેવી ને બંને સ્લાઇસ એકબીજા પર મુકી બંધ કરી લેવી.
ગરમ તેલ મા આ બ્રેડ સ્લાઇસ બેસન મા ડીપ કરી તળી લેવી.

રસોઇ ની રાણી
રૂપલ શાહ (Australia)

How To Make Gujarati Patra (Patarveliya) recipe?

Patra (Patarveliya) is the most famous food item in Gujarat. It is a Gujarati Farsan or snaks. Mostly all gujju people likes Patra.

Let’s see here Patra (Patarveliya)  in Gujarati language.

પાતરાં (patra)

Patra (Patarveliya)

સામગ્રી

750 ગ્રામ ચણાનો લોટ 2 લીલાં મચરાં,
કટકો અાદું
તલ 2 સ્પૂન
સૂંકું કોપરું 1 સ્પૂન
500 ગ્રામ અણવીનાં પાન
મીઠું સ્વાદમુજબ
મરચું 1 સ્પૂન
હળદર 1/4 સ્પૂન
ધાણાજીરું 2 સ્પૂન
ગોળ 2 સ્પૂન
અાંબલી પેસ્ટ 1 સ્પૂન
તેલ પ્રમાણસર
રાઈ 1 સ્પૂન
હિંગ ચપટી
કોથમીર 1 સ્પૂન

રીત:

*ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર, વાટેલાં અાદું-મરચાં, , હિંગ અને ગોળ-અાંબલીનો જાડો રસ નાંખી, પાન ઉફર ચોપડાય તેવું ખીરું બાંધવું.

*પાનનાં ડીંટાં અને નસ કાઢી, ધોઈ, કપડાથી કોરાં કરવાં. થાળીને ઊંધી મૂકી, તેના ઉપર પાન ઊંધું મૂકવું એટલે સુંાળી બાજુ નીચે રાખવી. તેના ઉપર ખીરું ચોપડવું. ઉપરાઉપરી ત્રણ પાન મૂકવાં અને ખીરું ચોપડવું. પહેલું પાન મોટું લેવું. પછી બીજું પાન નાનું અને તેનો નીચેનો ભાગ ઉપર અને ઉપરનો ભાગ નીચે રાખવો. ત્રીજું પાન પહેલું પાન મૂક્યુ હોય તેના જેમ જ મૂકવું. બાજુની પટ્ટી વાળી તેના ઉપર પણ ખીરું લગાડવું. તેનો સખત વીંટો વાળી

*ઢોકળાના સંચામાં અથવા કૂકરમાં વરાળથી બાફવા. બરાબર બફાય અને કાળાશ ઉપર રંગ થાય એટલે ઉતારી લેવા. બરાબર ઠંડાં પડે એટલે તેના કટકા કાપી તેલમાં તળી લેવા.

*પાતરાંને વઘારીને પણ બનાવી શકાય છે. એક કડાઈ માં તેલ મૂકી, તેમાં રાઈ, હિંગ,અને તલ સૂંકું કોપરું નાંખી, પાતરાં વઘારવા.કોથમીર નાખી સર્વ કરવા.

નોંધ: લીંબુ નો રસ પણ નાખી શકો આંબલી ના બદલે 2 સ્પૂન ચોખા નો લોટ ચણા ના ખીરા માં ઉપયોગ કરી શકાય

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

How to Make Dahi Tadka Rice or Curd Rice Recipe in South Indian Style?

Curd rice recipe is the most famous food items in South India. It is very popular in the Indian states of Tamil Nadu, Karnataka, Andhra Pradesh and Kerala. Mostly South Indian eat curd rice or Thayir Sadam after lunch or dinner. But Now many gujarati people like curd rice or gujju’s called dahi rice..

Let’s see here Gujarati style Dahi Tadka Rice or Dahi Rice in Gujarati Language..

દહીં તડકા રાઇસ # ( Dahi Tadka Rice )

Dahi Tadka Rice

સામગ્રી :

3 કપ મોડુ દહીં
3 કપ રાંધેલો ભાત
1 નંગ કાંદો
1 થી 2 લીલુ મરચું
1 લાલ સૂખૂ મરચું
1 થી 2 ટી સ્પૂન ખમણેલુ આદું
1 ટી સ્પૂન અડદ ના દાણા
4/5 લીમડા ના પાન
1 ટે સ્પૂન રાઇ
1 ટે સ્પૂન જીરુ
1 ટી સ્પૂન ખાંડ (ઓપ્સનલ)
1 ટે સ્પૂન જીરૂ પાવડર
2 /3 ટે સ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર .
કોથમીર

રીત :

દહીં ને કપડા માં બાંધીને થોડી વાર મૂકવું, જેથી તેનું પાણી નીકળી જાય. એક પેન માં તેલ લો .તેમાં રાઇ,જીરૂ અને અડદ ના દાણા નાખો.તેમાં લિમડા ના પાન નાખો.કાંદા ને બારીક કાપી ઉમેરો.કાંદા ગુલાબી થાય પછી તેમાં બારીક કાપેલા લીલા મરચા ,લાલ મરચા અને ખમણેલું આદું નાખો. (ગૅસ ધીમો રાખવો જેથી અડદ વધારે શેકાય ના જાય નહીંતો કડવાશ લાગશે )

તેમાં મીઠું ,જીરૂ પાવડર ને ખાંડ ઉમેરો. પછી તેમાં દહીં નો મસ્કો નાખો અને તેમા રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી લો . તેનાં પર કોથમીર છાંટી ને સર્વ કરો .

# આ દહીં તડકા રાઇસ માં બાફેલા વેજીસ જેમકે વટાણા, ફણસી, ગાજર પણ એડ કરાય .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

 

How to Make Veg Chinese Sizzler in Gujarati Style?

Veg Chinese Sizzler is the most sizzling hot Chinese cuisine. All Gujarati like Veg Chinese Sizzler  food item.

Let’s try here Veg Chinese Sizzler in Gujarati Style with Gujarati language..

વેજ ચાઈનીઝ સીઝલર્સ (Veg Chinese sizzler)

Veg Chinese Sizzler

સામગ્રી :

1 કપ રાઈસ
1 1/2કપ ચોરસ સમરેલા ( ફ્લાવર, ડુંગળી, ફણસી,ટામેટા,ગાજર,ફ્રાય કરેલા પનીર,કેપ્સીકમ)
1 કપ ઝીણાં સમારેલા (ગાજર, કેપ્સીકમ,ફ્લાવર,ફણસી,ફ્રાયકરેલા પનીર)
8 થી 10 નંગ ફ્રેન્ચ ફ્રાઈસ
1 કપ આદું, લસણ , લીલા મરચા ની પેસ્ટ
1 ટી સ્પૂન મરી
1 ટી સ્પૂન વિનેગર
1 ટી સ્પૂન સોયા સોંસ
1 ટી સ્પૂન ચીલી સોંસ
1 ટી સ્પૂન રેડ ચીલી સોંસ
1/2 કપ મસાલો ( મેગી મસાલા, ઓરેગાનો, મીઠુ,લાલા મરચું)
2 ટી સ્પૂન ટોમેટો કેચ અપ
1 ટી સ્પૂન સુગર
તેલ જરૂર મુજબ
1 ટી સ્પૂન આજીનોમોટો
હિંગ જરૂર મુજબ
મીઠુ ટેસ્ટ મુજબ
કેબીજ નાં પાનાં
ઘી 1 ટી સ્પૂન
કોર્ન flour
પાણી જરૂર મુજબ
ચીઝ ગાર્નિંશીંગ માટે

રીત

સૌ પ્રથમ એક પેન મા ઓઇલ મુકી ગરમ થાય એટલે એમા હિંગ, જીણા સમારેલા vegitable ,પનીર નાખી ફ્રાય કરો. પછી તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ નાખી high ફલેમ પર ફ્રાય કરો .

તેમા આજીનોમોટો નાખો. પછી રાઈસ ઉમેરી ચીલી સોંસ , સોયા સોંસ, અને મરી પાઉડર મીઠુ નાખી મિક્સ કરો અને રાઈસ ને એક બીજા વાસણ કાઢી લો. ત્યાર બાદ એજ પેન મા ઓઇલ લઇ હિંગ, અને ચોરસ સમારેલા vegitable,પનીર લઇ ફ્રાય કરો. તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ , રેડી કરેલો મસાલો, ચીલી સોંસ ,રેડ ચીલી સોંસ, સોયા સોંસ, વિનેગર,મરી મીઠુ નાખી મિક્સ કરો. તેને બીજા વસણ મા કાઢી લો. હવે સોંસ બનવા માટે એક પેન મા ઓઇલ મુકી તેમાં ડુંગળી, કોંબીજ, કેપ્સીકમ, ગાજર નાખી ફ્રાય કરો. તેમાં આજીનો મોટો, મીઠુ , ટોમેટો કેચ અપ, સુગર, ચીલી સોંસ, રેડ ચીલી સોંસ, સોયા સોંસ, વિનેગર, કોર્નં flour ,પાની જરૂર મુજબ, મરી નાખી થીક થાય ત્યાં સુધી હલાવો.

હવે એક પેન લો એને ગરમ કરો ત્યાર બાદ તેમાં કોબીજ નાં પાનાં ગોઠવો અને એ પેન મા ઘી રેડો. ત્યાર બાદ ધુમાડા થાવા લાગશે તરત જ તેમાં એક બાજુ રાઈસ, બીજી બાજુ stir fry કરેલા vegitables , ફ્રેન્ચ ફ્રાઈસ , ઓઈઓન ફ્રાય કરેલી મુકી એના પર રેડી કરેલો સોંસ થોડો થોડો રેડી દો. ચીઝ અને ધાણા થી ગાર્નીંશીંગ કરો.

બાકી રહેલો સોંસ તમે જમતા વખતે પણ રાઈસ સાથે લઇ સકો છો. આ સિવાય પણ તમે તમારી પસંદગી નું ઉમેરી સકો છો. જેમ કે Paneer chili, hakka noodles, manchurian etc….

રસોઈની રાણી – માનસી ત્રિવેદી (સુરત)

Puri Bhaji Recipe in Gujarati

Puri Bhaji recipe most famous in North India and also most favorite dish in Gujarat. All gujju’s all time favorite dish is Puri Bhaji..

Let’s read here Puri Bhaji Recipe in Gujarati

પુરી ભાજી ( Puri Bhaji)

ફટાફટ અને સ્વાદિષ્ટ ભોજન બનાવવા ની ઇચ્છા થાય ત્યારે સૌથી સહેલી રેસીપી ને વળી હોટલ ના ખાવા ના સ્વાદ જેવી પુરી- ભાજી ઘરે જ બનાવીએે

પુરી- ભાજી ( Puri- Bhaji )

Puri Bhaji

સામગ્રી :-

૨ મોટી સાઈસ ના બટાકા
૧ ગાજર
૧/૪ કપ મટર
૧ કેપ્સીકમ
૩ નાની ડુંગળી ચોરસ સમારેલી
૨ ટામેટા ચોરસ સમારેલા
૧ લીલુ મરચુ ઝીણુ સમારેલુ
૫ કળી લસણ ઝીણુ સમારેલુ
નાનો આદુ નો ટુકડો ઝીણો સમારેલો
હળદર, મીઠુ, ધાણા- જીરુ પાવડર, ગરમ મસાલો, લાલ મરચુ સ્વાદ મુજબ
જીરુ- રાઇ – અજમો વઘાર માટે
હિંગ
તેલ
ખાંડ સ્વાદ મુજબ
લીલા ધાણા
૧/૨ ગ્લાસ પાણી

રીત:-

કુકર મા તેલ ગરમ થાય પછી રાઇ- જીરુ- અજમો નાખી તતડે એટલે હિંગ, ડુંગળી, લસણ અને આદુ ઉમેરી ૧ મીનીટ સાતળવુ, પછી ટામેટા, લીલુ મરચુ અને ચોરસ સમારેલુ કેપ્સીકમ ઉમેરી ૨ મીનીટ સાતળવુ। બધા મસાલા ઉમેરી ૧ મીનીટ હલાવતા રહેવુ પછી બટાકા, મટર અને ગોળ સમારેલા ગાજર ઉમેરી બધુ બરાબર હલાવી લેવુ ને એમા ૧/૨ ગ્લાસ પાણી ઉમેરવુ। સ્વાદ મુજબ ખાંડ નાંખી હલાવી ને કુકર ની ૨ સીટી વગાડવી.

નોધ :-

બધા શાકભાજી ના લેવા હોય તો ફક્ત બટાકા, મટર લઇ ને પણ ભાજી બનાવી સકાય.
પાઉભાજીની ભાજી નો ટેસ્ટ જોઇએ તો પાઉભાજી મસાલો વાપરવો.

પુરી

સામગ્રી:-

૨ કપ ઘઉ નો લોટ
૨ ચમચી રવો
તેલ મોણ માટે
ચપટી મીઠુ

રીત:-

ઘઉ ના લોટ મા રવો, મીઠુ નાખી બરાબર મિક્સ કરી હુફાળુ ૩ ચમચી તેલ નુ મોણ નાખી પુરી નો લોટ બાધવો.
૧૫ મીનીટ ઢાંકી ને મુકી રાખ્યા બાદ પુરી બનાવવી.

ગરમ- ગરમ શા઼ક અને મસ્ત મઝાની ફૂલેલી પુરી તૈયાર છે.

રસોઈની રાણી: રૂપલ શાહ (ઓસ્ટ્રેલિયા)

Recipe of Dry Bhindi Masala Sabji

Let’s try here today your favorite Bhindi sabji with dry masala..

Recipe of Dry Bhindi Masala in Gujarat language.

ડ્રાય ભીંડી મસાલા (Dry Bhindi Masala)

Dry Bhindi Masala

સામગ્રી –

ટોમેટો પેસ્ટ માટે

1 મધ્યમ કદના ટામેટા સમારેલા,
1/2 ઈંચનો આદુંનો ટુકડો,
4 થી 5 કળી લસણની,
1 થી 2 નંગ લીલા મરચાં,
2 નંગ લવિંગ,
1 નંગ ઈલાયચી ,
1/2 ઈંચનો તજનો ટુકડો,

અન્ય સામગ્રી

250 ગ્રામ ભીંડા,
1/2 કપ ડુંગળી સમારેલી,
1/2 ટીસ્પૂન કસૂરી મેથી,
2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી,
1/4 ટીસ્પૂન હળદર,
1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર,
1/2 ટીસ્પૂન ધાણા પાવડર,
1/2 ટીસ્પૂન જીરૂં પાવડર,
2 ટેબલસ્પૂન તેલ,
ભીંડા સાંતળવા માટે 2 ટેબલસ્પૂન તેલ ,
ગ્રેવી બનાવવા માટે મીઠું સ્વાદાનુસાર

રીત –

સૌપ્રથમ ભીંડાને સારી રીતે ધોઈને સૂકવી દો. દરેક ભીંડાને સારી રીતે લૂછી લો. હવે આ દરેક ભીંડાને દોઢથી અઢી ઈંચના ટુકડામાં કટ કરી લો. હવે તેને એકબાજુ પર મૂકી દો. ગ્રાઈન્ડર જારમાં સમારેલા ટામેટાં, આદું, લસણ અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગ્રાઈન્ડ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટ બનાવતી વખતે તેમાં પાણી ઉમેરવું નહીં. હવે આ પેસ્ટને પણ એક બાઉલમાં કાઢીને એકબાજુ પર મૂકી દો. ત્યાર બાદ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ભીંડા ઉમેરીને બરાબર સાંતળો. ધીમા તાપે સતત હલાવતા રહો. બરાબર સંતળાય જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને બાજુ પર મૂકો. હવે એ જ કડાઈમાં બીજી બે ચમચી તેલ ગરમ કરો.

ગરમ થાય એટલે તેમાં હવે તેમાં અડધો કપ સમારેલી ડુંગળી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરૂં પાવડર, ટોમેટો ગ્રેવી ઉમેરીને મિક્ષ કરી લો. ધીમા તાપે ગ્રેવીને ચઢવા દો..

સ્વાદાનુસાર મીઠું ઉમેરીને તેમાં સાંતળેલા ભીંડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મધ્યમ તાપે તેને ચઢવા દો.તેમાં કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરો. કોથમીરથી ગાર્નિશ કરીને ગેસ બંધ કરી દો.

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)