How to Make Pizza Puri recipe for Kids?

Mostly people like Pizza. It’s mostly favorite in kids.. But see here snacks or nasta item of Pizza Puri..

See here:

પિઝા પૂરી( pizza puri )

Pizza Puri

સામગ્રી :

250 ગ્રામ મેંદો અથવા ઘઉં નો લોટ
50 ગ્રામ સોજી
3 ટી સ્પૂન ઘી (મોયણ માટે )
2 ટે સ્પૂન ટોમટો પાવડર (ટોમટો સૂપ પેકેટ માથી પણ વાપરી શકાય )
2 ટી સ્પૂન ઓનિય્ન પાવડર (ઓપ્સનલ )
2 /3 ટી સ્પૂન ચીઝ પાવડર
2 ટી સ્પૂન ચિલી ફ્લેક્સ
2 ટી સ્પૂન ઓરેગાનૉ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ.

રીત :

સૌ પ્રથમ લોટ અને બધાં પાવડર અને મસાલા ને મિક્ષ કરી લો..તેમાં ઘી નુ મોયણ નાખો.ફરસી પૂરી જેવો જ લોટ બાંધો.
તેને ઢાંકીને 30 મિનિટ રાખો.
તેની મન પસંદ સાઈઝ ની પૂરી વણી લો
તેને મધ્યમ તાપે તડી લો.
( ચીઝ ની માત્રા વધારો તો ઘી નુ મોયણ ઓછુ કરવુ)

આ પૂરી સાથે થશે ચાય પે ચર્ચા !

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

How to Make Tomato Muthiya in Gujarati?

Muthiya is the most famous food items in Gujarat. It’s make a nasta or farsan type in all the Gujarati’s home. let’s try here Tomato Muthiya,it’s yummy and tasty..

Recipe of Tomato Muthiya

ટોમેટો મુઠીયા (Tomato Muthiya)

Tomato Muthiya

સામગ્રી:

1.5 વાટકી ઘઉંનો લોટ
1/2 વાટકી મિક્સ લોટ જે હોય તે (બાજરી, ચણાનો લોટ, જુવારનો લોટ, મકાઈનો લોટ, ચોખાનો લોટ)
1 વાટકી સમારેલી મેથી
1.5 વાટકી ટોમેટો પેસ્ટ
2 લીલા મરચા પેસ્ટ
1/2 વાટકી દેશી ગોળ
2 ચમચી ધાણાજીરું
1 ચમચી હળદર
3 ચમચી લાલ મરચું
મીઠું
ચપટી ખાવાના સોડા
2 ચમચા તેલ
2 ચમચા તેલ + તલ + રાય+ લીમડાના પાન + લીલા મરચા
કોથમીર
કોપરાનું ખમણ

રીત:

સૌ પ્રથમ એક વાસણમાં બધા લોટ, મેથી, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ લઇ મિક્સ કરવું.
એક બાઉલમાં ટોમેટો પેસ્ટ લઇ તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
પછી લોટવાળા મિક્ષણમાં પેસ્ટ ઉમેરી મૂઠિયાંનું મિક્ષણ બનાવવું, જરૂર પડે તો જ પાણી લેવું.
પછી મુઠીયા વાળી લેવા.
સ્ટીમરમાં પાણી ઉકળે એટલે મુઠીયાને અડધી- પોણી કલાક મીડીયમ તાપે ચડવા દેવા.
પછી થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.
એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, લીલા મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયાના કટકા ઉમેરી બરાબર મિક્સ કરી કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે ટોમેટો મુઠીયા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

How to Make Methi Muthiya in Gujarati Language?

Muthiya is the common snacks food item in every Gujarati home. Here you can try with Methi Muthiya..

Let’s see here recipe:

મેથીયા મુઠીયા (Methi Muthiya)

Methi Muthiya

સામગ્રી

1 પણી મેથી
1/2 વાટકી ઘઉં નો લોટ
1/2 વાટકી બજરા નો લોટ
1/2 વાટકી ઢોકળા નો લોટ
આદું
6 થી 8 કળી લસણ
2 નંગ લીલા મરચા
કોથમીર
1/2લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું
1/2 હળદર
1 ચમચી ખાંડ
સ્વાદ અનુસાર મીઠું
ચપટી ખાવાનો સોડા
1 ટી સ્પૂન લીંબુ નો રસ
2 થી 3 ટી સ્પૂન તેલ
રાઈ
જીરું
હિંગ
લીમડાના પાન
લાલ સુકા મરચા

બનાવાની રીત

સૌ પ્રથમ મેથી ધોઈ ઝીણી સમારી લેવી હવે તેમાં, ઘઉં નો લોટ,બજરા નો લોટ,ઢોકળા નો લોટ, આદું મરચા લસણ ની પેસ્ટ,કોથમીર,લાલ મરચું પાવડર ,ધાણાજીરું,હળદર,મીઠું, ખાંડ,પાણી(જરૂર મુજબ) નાખી બધું મિક્સ કરો.હવે તેમાં ચપટી ખાવાનો સોડા નાખી તેનાં પર લીંબુ નો રસ નાખી બધુ બરાબર મિક્સ કરી મુઠીયા વાળવા. ત્યાં સુધીમાં તપેલામાં કાઠલો મૂકી તેનાથી સેજ નીચે રહે તેટલું પાણી લેવું અને તેના પર ચારણીમાં મુઠીયા મુકવા અથવા સ્ટીમરમાં તેની જાળી પર મુઠીયા ચડવા મુકવા.

મુઠીયા ચડતા 15 થી 20 મિનીટ લાગશે તો પણ ગેસ બંધ કરતી વખતે ચપ્પા ની મદદ થી જોઈ લેવું કે ચપ્પાને ચોટતું નથી ને. નહિતર હજી થોડીવાર ચડવા દેવું.થોડા ઠંડા થાય એટલે તેના કટકા કરી લેવા.

પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ,જીરું,તલ,હિંગ,લીમડાના પાનનો વધાર કરી કટકા કરેલા મુઠીયા મિક્ષ કરી લેવા. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવું
તૌ તેયાર છે મેથીયા મુઠીયા

સવારે નાસ્તા મા ચા સાથે પણ લઇ શકાય છે બાળકો ને ટિફિન મા પણ આપી શકાય

નોંધ:ઢોકળા નાં લોટ ની જગ્યા એ ચોખા નો લોટ કે ચણા નો લોટ પણ લઇ શકાય

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી (જામનગર)

Aloo Kurkure Nasta

Read here how to make spicy and yummy Aloo Kurkure..

aloo-kurkure

આલુ કુરકુરે (Aloo Kurkure)

સામગ્રી:

૧ કપ બાફેલ બટેકાનો છૂંદો
૧/૨ કપ સમારેલ ફુદીનો
૧/૨ ચમચો ઝીણા સમારેલ લીલા મરચા
૧/૨ ચમચી શેકેલ જીરું પાઉડર
૧/૨ ચમચી લીંબુનો રસ
મીઠું
૧/૩ કપ મેંદો
૧/૩ કપ સફેદ પૌવા
તલ
તેલ

રીત:

– સૌ પ્રથમ એક બાઉલમાં બટેકાનો માવો, ફુદીનો, લીલા મરચા, જીરું પાઉડર, લીંબુનો રસ, મીઠું ઉમેરી મિક્ષ કરવું.
– સરખા ભાગ કરી ગોળ બોલ વાળવા.
– હવે બીજા બાઉલમાં મેંદો લઇ તેમાં થોડું પાણી ઉમેરી જાડી પેસ્ટ જેવું બનાવવું.
– પછી બોલ વાળ્યા હતા તેને મેંદાની પેસ્ટ બનાવી તેમાં બોળી પૌવામાં રગદોળવા, પછી તલમાં રગદોળવા.
– તેલ ગરમ થઇ જાય એટલે ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
– તો તૈયાર છે ખાટા-મીઠા સોસ જોડે પીરસવા આલુ કુરકુરે.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડીયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

Make Chatpatti Mug Dal | Gujarati Nasta

How to Make Gujarati nasta items like Mug Dal.. Let’s see here in Gujarati language..

ચટપટી મગ દાળ Chatpatti Mug dal)

Image may contain: food

સામગ્રી:
1 વાટકી મગ ની પીળી દાળ
તેલ તળવા માટે
1 નંગ ડુંગળી
1 નંગ ટામેટા
1 નંગ લીલું મરચું
1/2 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
1 ટી સ્પૂન ચાર્ટ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
કોથમીર ગાર્નિંસ કરવા

બનાવાની રીત:

સૌ પ્રથમ દાળ ને ધોઈ કપડા થી એક્દમ કોરી કરી લેવી.હવે એ કોરી દાળ માં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરવું. હવે એક પેન માં તેલ ગરમ મૂકો, તેલ ગરમ થાય એટ્લે આ દાળ ક્રિસ્પી થાઈ ત્યાં સુધી તળી લો.હવે તેને ગરણી માં કાઢી તેલ નિતારી લેવું .
હવે એક મોટા બાઉલ માં એ તળેલી દાળ, ઝીણી સમારેલ ડુંગળી,ઝીણું સમારેલ ટામેટા,ઝીણું સમારેલ લીલું મરચું,લાલ મરચા પાવડર,ચાટ મસાલો અને મીઠું જરુર લાગે તો, કારણ કે આપણે દાળ તળવા ટાઈમે નાખેલું છ. આ બધુ સરખી રીતે મિક્સ કરી સર્વિંગ પ્લેટ માં લઇ કોથમીર છાંટી સર્વ કરવું.

તો તેયાર છે ચટપટી મગ દાળ.

નોંધ: બારે તૈયાર મગ દાળ મળે છે એમા પણ આ રીતે મસાલો કરી શકાય.
આ જ રીતે ચણા દાળ પણ બનાવી શકાય.

રસોઈ ની રાણી : ચાંદની ચિંતન જોશી (જામનગર)