How to make Farali Crispy Bhajiya?

Let’s try this farali crispy and tasty recipe in this shravan month. Many of Gujarati people fast during shravan month.. Here provide farali food recipe..

Let’s try Farali Crispy Bhajiya

ફરાળી ક્રિસ્પી ભજીયા (Farali Crispy Bhajiya)

Farali Crispy Bhajiya

સામગ્રી:

3 નંગ બટાટા
2 વાટકી રાજગરા નો લોટ
1 લીલું મરચું
1 આદું નો ટુકડો
1 ટી સ્પૂન મરી પાવડર
5 ટી સ્પૂન કોથમીર
1 વાટકી છાસ
2 ટી સ્પૂન લીંબુ નો રસ
મીઠુ સ્વાદ અનુસાર
તેલ તળવા માટે

બનાવાની રીત

સૌ પ્રથમ બટાટા ની છાલ ઉતારી ખમણી લો.હવે તેમાં મીઠું નાખી 5 મિનીટ ઢાંકી ને રાખવું.
હવે એ ખમણ નો લાડવો વાળી બધું પાણી કાઢી નાંખો.
હવે તેમાં લીંબુ નો રસ,રાજગરા નો લોટ,છીણેલું આદું,ઝીણું સમારેલ લીલું મરચું, મરી પાવડર,કોથમીર અને છાસ નાખી બધું સરખું મિક્સ કરવું(ભજીયા નો લોટ થોડો કઠણ રાખવો જેથી ભજીયા સરખા ગોળ બને)
હવે ઍક પેન માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટ્લે બનાવેલા મિશ્રણ માંથી ભજીયા બનાવો .તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળવા એટ્લે ક્રિસ્પી લાગશે.
તૌ તેયાર છે
ક્રિસ્પી ફરાળી ભજીયા

ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરવા.

નોંધ:

આદું મરચા વાટી ને પણ નાખી શકાય
મીઠું બટાટા ખમણા ત્યારે નાખેલું છે એટ્લે પછી નથી નાખવાનું

રસોઈ ની રાણી:સુરભી જોશી(રાજકોટ)