Dal dhokli is not only Gujarati dish but also famous in Maharashtrian.
Let’s see here recipe in Gujarati language..
સામગ્રી – 200 ગ્રામ તુવર-દાળ, 200 ગ્રામ ઘઉંનો લોટ, 2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, લવિંગ-3, તજ-2, રાઈ- એક ચમચી, લીમડાનાં પાન – 10, લસણ-મરચાંનુ પેસ્ટ – બે ચમચી. હિંગ ચપટી, 2 ટામેટાનું પેસ્ટ, સીંગદાણા- 15-10 દાણા, તેલ 3 ચમચી, મીઠુ સ્વાદમુજબ.
બનાવવાની રીત – પહેલા કુકરમાં દાળમાં પ્રમાણસર પાણી, હળદર અને હિંગ અને સીંગદાણા નાખીને દાળને બાફવા મુકી દો. હવે એક થાળીમાં ઘઉંનો લોટ લઈ તેમા અજમો, હિંગ, હળદર, મીઠુ, લાલ મરચુ, અને એક ચમચી તેલ નાખી મધ્યમ લોટ બાંધી લો.
બાફેલી દાળને બહાર કાઢી તેને વલોવી તેમા પ્રમાણસર પાણી નાખો. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, હિંગ, તજ-લવિંગ અને કડી લીમડો નાખી તતડાવો, હવે તેમા ટોમેટો પેસ્ટ, લસણ-મરચાનું પેસ્ટ નાખી 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચુ નાખી તરત જ બાફેલી દાળ નાખી દો. દાળ ઉકળવા દો.
હવે લોટના લૂંઆ કરી તેની રોટલી વણો અને તેના કાપા પાડી તેને ઉકળતી દાળમાં નાખો. તમે ચાહો તો દાળમાં ગળપણ તરીકે ગોળ નાખી શકો છો. કુકરનું ઢાકણ બંધ કરી બે સીટી વગાડી લો. તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી દાળ ઢોકળી. ઉપરથી લીલા ધાણા નાખી ગરમા ગર્મ સર્વ કરો.
દાળ ઢોકળીમાં બાફેલી આખી તુવેર નાખી દો તો પણ તે ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
(ઢોકળીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તમે તેમા આંબલીનુ પાણી પણ નાખી શકો છો. )