Manchurian Khaman Recipe in Gujarati Style

મંચુરિયન‬ ખમણ (Manchurian Khaman):

Make Manchurian Khaman in Gujarati style with spicy and delicious!!

Manchurian Khaman

સામગ્રી :

(ખમણ માટે )

1-1/2 કપ બેસન
1 ટે સ્પૂન સોજી
ચપટી હિંગ
ચપટી હળદર
2 ટી સ્પૂન ઈનો અથવા ફ્રુટ સોલ્ટ
મીઠું ને પાણી જરૂર મુજબ
મંચુરિયન ગ્રેવી માટે :
2 ટે સ્પૂન તેલ
2 ટે સ્પૂન આદું -મરચાં ની પેસ્ટ
2 ટી સ્પૂન લસણ ની પેસ્ટ
2 ટી સ્પૂન રેડ ચીલ્લી સૉસ
2 ટી સ્પૂન ટોમેટો સૉસ
2 ટી સ્પૂન તલ
2 ટી સ્પૂન કોર્ન ફ્લોર
1-1/2 ટી સ્પૂન સોયા સૉસ
1_1/2 ટી સ્પૂન વિનેગર

સર્વ કરવા :

લીલી ડૂંગળી
ગાજર
કોબીજ
કેપ્સીકમ

રીત :

સૌ પ્રથમ બેસનમાં હળદર, મીઠું, હિંગ નાખીને મિક્ષ કરો. 1 કપ પાણીને ઉકાળો અને તેમાં ફ્રૂટ સોલ્ટ મિક્ષ કરી તરત જ લોટ માં ઉમેરો અને વધુ પાણી ઉમેરી બરાબર ફેટી લો. (ખીરું ને બહુ જાડું કે પતલું રાખવું નહી )

હવે ઢોકડીયા માં ખીરુંને ગ્રીસ કરેલા વાસણમાં 10/15 મિનીટ સ્ટીમ કરી લો.
હવે તૈયાર ખમણ ઠંડા પડે પછી તેનાં કાપા પાડી લો. હવે મંચુરિયન ગ્રેવી માટે પેન માં તેલ મુકો. તેમાં તલ ઉમેરો. તેમા બધાં સૉસ અને વીનેગર ઉમેરો .કોર્ન ફ્લોર ને થોડા પાણી માં ઘોળીને ઉમેરો…અને ગ્રેવી ને એક રસ કરો. આ ગ્રેવી માં કાપેલા ખમણ ઉમેરો. જીણા કાપેલા ગાજર, કોબીજ, કેપ્સીકમ અને લીલી ડુંગળી ભભરાવીને સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)