How to Make Pizza Puri recipe for Kids?

Mostly people like Pizza. It’s mostly favorite in kids.. But see here snacks or nasta item of Pizza Puri..

See here:

પિઝા પૂરી( pizza puri )

Pizza Puri

સામગ્રી :

250 ગ્રામ મેંદો અથવા ઘઉં નો લોટ
50 ગ્રામ સોજી
3 ટી સ્પૂન ઘી (મોયણ માટે )
2 ટે સ્પૂન ટોમટો પાવડર (ટોમટો સૂપ પેકેટ માથી પણ વાપરી શકાય )
2 ટી સ્પૂન ઓનિય્ન પાવડર (ઓપ્સનલ )
2 /3 ટી સ્પૂન ચીઝ પાવડર
2 ટી સ્પૂન ચિલી ફ્લેક્સ
2 ટી સ્પૂન ઓરેગાનૉ
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ.

રીત :

સૌ પ્રથમ લોટ અને બધાં પાવડર અને મસાલા ને મિક્ષ કરી લો..તેમાં ઘી નુ મોયણ નાખો.ફરસી પૂરી જેવો જ લોટ બાંધો.
તેને ઢાંકીને 30 મિનિટ રાખો.
તેની મન પસંદ સાઈઝ ની પૂરી વણી લો
તેને મધ્યમ તાપે તડી લો.
( ચીઝ ની માત્રા વધારો તો ઘી નુ મોયણ ઓછુ કરવુ)

આ પૂરી સાથે થશે ચાય પે ચર્ચા !

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

Puri Bhaji Recipe in Gujarati

Puri Bhaji recipe most famous in North India and also most favorite dish in Gujarat. All gujju’s all time favorite dish is Puri Bhaji..

Let’s read here Puri Bhaji Recipe in Gujarati

પુરી ભાજી ( Puri Bhaji)

ફટાફટ અને સ્વાદિષ્ટ ભોજન બનાવવા ની ઇચ્છા થાય ત્યારે સૌથી સહેલી રેસીપી ને વળી હોટલ ના ખાવા ના સ્વાદ જેવી પુરી- ભાજી ઘરે જ બનાવીએે

પુરી- ભાજી ( Puri- Bhaji )

Puri Bhaji

સામગ્રી :-

૨ મોટી સાઈસ ના બટાકા
૧ ગાજર
૧/૪ કપ મટર
૧ કેપ્સીકમ
૩ નાની ડુંગળી ચોરસ સમારેલી
૨ ટામેટા ચોરસ સમારેલા
૧ લીલુ મરચુ ઝીણુ સમારેલુ
૫ કળી લસણ ઝીણુ સમારેલુ
નાનો આદુ નો ટુકડો ઝીણો સમારેલો
હળદર, મીઠુ, ધાણા- જીરુ પાવડર, ગરમ મસાલો, લાલ મરચુ સ્વાદ મુજબ
જીરુ- રાઇ – અજમો વઘાર માટે
હિંગ
તેલ
ખાંડ સ્વાદ મુજબ
લીલા ધાણા
૧/૨ ગ્લાસ પાણી

રીત:-

કુકર મા તેલ ગરમ થાય પછી રાઇ- જીરુ- અજમો નાખી તતડે એટલે હિંગ, ડુંગળી, લસણ અને આદુ ઉમેરી ૧ મીનીટ સાતળવુ, પછી ટામેટા, લીલુ મરચુ અને ચોરસ સમારેલુ કેપ્સીકમ ઉમેરી ૨ મીનીટ સાતળવુ। બધા મસાલા ઉમેરી ૧ મીનીટ હલાવતા રહેવુ પછી બટાકા, મટર અને ગોળ સમારેલા ગાજર ઉમેરી બધુ બરાબર હલાવી લેવુ ને એમા ૧/૨ ગ્લાસ પાણી ઉમેરવુ। સ્વાદ મુજબ ખાંડ નાંખી હલાવી ને કુકર ની ૨ સીટી વગાડવી.

નોધ :-

બધા શાકભાજી ના લેવા હોય તો ફક્ત બટાકા, મટર લઇ ને પણ ભાજી બનાવી સકાય.
પાઉભાજીની ભાજી નો ટેસ્ટ જોઇએ તો પાઉભાજી મસાલો વાપરવો.

પુરી

સામગ્રી:-

૨ કપ ઘઉ નો લોટ
૨ ચમચી રવો
તેલ મોણ માટે
ચપટી મીઠુ

રીત:-

ઘઉ ના લોટ મા રવો, મીઠુ નાખી બરાબર મિક્સ કરી હુફાળુ ૩ ચમચી તેલ નુ મોણ નાખી પુરી નો લોટ બાધવો.
૧૫ મીનીટ ઢાંકી ને મુકી રાખ્યા બાદ પુરી બનાવવી.

ગરમ- ગરમ શા઼ક અને મસ્ત મઝાની ફૂલેલી પુરી તૈયાર છે.

રસોઈની રાણી: રૂપલ શાહ (ઓસ્ટ્રેલિયા)