Chana Pulao or Chana Rise Recipe | Gujarati Recipe

Chana Rise is also called chana pulao.. It is most tasty and spicy food. Gujarati people love chole pulao

Let’s make it!!

ચણા રાઇસ (chana rice )

chana rise or pulao recipe

સામગ્રી :

2 કપ બાસ્મતી ચોખા
1-1/2 કપ બાફેલા દેશી ચણા
1 કાંદો
1 ટી સ્પૂન આદું પેસ્ટ
1 ટી સ્પૂન લસણની પેસ્ટ
2 લીલી મરચી
2 ટી સ્પૂન જીરૂ
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન ધાણાજીરૂ
1 ટી સ્પૂન ચણા મસાલા (અથવા ગરમ મસાલો )
1 ટી સ્પૂન લિમ્બુનો રસ
તજ ટુકડો
મીઠું
તેલ

રીત :

-ચોખાને ધોઈને 30 મિનીટ પલાળીલો.
-તેને મીઠું નાખીને બોઇલ કરો,રાઇસ આખો રહે,ગળીના જાય તેનું ધ્યાન રાખવું.
-એક કડાઇમાં તેલ લો .તેમાં તજ અને જીરૂ નાખો અને હિંગ ઉમેરીને જીણા સમારેલા કાંંદા સાતળો.
-પછી તેમા આદું અને લસણની પેસ્ટ તથા જીણા કાપેલા લીલા મરચા એડ કરો.
-તેમા બાફેલા ચણા એડ કરો અને હળદર,મરચું,ધાણાજીરૂ અને ચણા મસાલો મિક્ષ કરો.
-પછી તેમાં તૈયાર રાઇસ ઉમેરો અને લિમ્બુનો રસ મિક્ષ કરીને ગેસ બંધ કરો.
-ગરમા ગરમ ચણા રાઇસ દહીંના રાય્તા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

How to Make Spicy Authetic Maharashtrian Veg Kolhapuri Recipe Curry

Veg Kolhapuri, a mixed vegetable curry with thick and spicy coconut based gravy, is a popular dish of Maharashtrian cuisine and is often found in almost all north Indian restaurant menus.

Let’s try here spicy authentic Veg Kolhapuri recipe here

વેજ. કોલ્હાપૂરી (Veg Kolhapuri )

Veg Kolhapuri Recipe

સામગ્રી :

૬-૭ નંગ ડુંગળી ના ચોરસ ટુકડા
૬-૭ નંગ કેપ્સીકમના ચોરસ ટુકડા
૬-૭ નંગ ટામેટાના ચોરસ ટુકડા
૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર), (શાકને મોટા ટૂકડામાં સમારવું, બધાજ શાક ને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે.)
૧ ટે.સ્પૂન લસણ વાટેલું (લસણ ની પેસ્ટ)
૩ ટે.સ્પૂન તેલ અથવા બટર
૨ ટે.સ્પૂન કાંદાની ગ્રેવી
૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી
૧ ટી.સ્પૂન ગરમ મસાલો /કિચન કિંગ મસાલો
૧ ટી.સ્પૂન કસૂરી મેથી
૧/૨ ટી.સ્પૂન લાલ મરચાનો પાઉડર
થોડો રેડ કલર
૧ ટે. સ્પૂન લીલી કોથમીર
૮-૧૦ નંગ પનીર ના ટુકડા
૨ નંગ લાલ સૂકા મરચાં
મીઠું સ્વાદ અનુસાર

રીત :

એક કડાઈમાં તેલ/બટર ગરમ કરવા મૂકો. ત્યારબાદ, સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તૂરત બહાર કાઢી અલગ રાખો, જેને કારણે તેલ થોડું લાલ થઇ જશે. ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ, કાંદા, કેપ્સિકમ અને ટામેટાના ટૂકડા નાંખો અને સાંતળો. ત્યારબાદ, કસૂરી મેથી, બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર,ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા. અને સાંતળવા.

ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર નાખો, અને હવે ૨ ટે.સ્પૂન કાંદા ની ગ્રેવી, અને ૨ ટે.સ્પૂન ટામેટાની ગ્રેવી ઉંમેરો. થોડા ટીપાં રેડ કલર નાખો.(કલર પસંદ હોય તો જ્ નાખવો) ત્યારબાદ બાફેલા શાક ભાજી ઉંમેરો અને પનીર ના ટુકડા નાંખી મિક્સ કરો. થોડી વખત માટે શાક ને પાકવા દયો. વેજ કોલ્હાપૂરી શબ્જી તૈયાર છે. ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સોડમ બંને અલગ જ આવશે. સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી અને પછી મજા લેવી વેજ કોલ્હાપૂરીની.

તેને ગરમ ગરમ રોટલી, નાન , પરાઠા કે પછી જીરા રાઈસ ની સાથે સર્વ કરી શકાય.

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

Content Source: http://foodviva.com/curry-recipes/veg-kolhapuri/

Recipe source:https://www.facebook.com/rasoinirani/

How to make Shahi Kofta Curry | Gujarati Food Recipe

Shahi Kofta Curry is a delicious Indian recipe served as a Side Dish. It is most favourite food recipe in Gujarat.

Let’s see here Shahi Kofta Curry Recipe..

શાહી કોફતા કરી (Shahi Kofta Curry)

Shahi Kofta Curry

સામગ્રી :

પનીર – ૨૫૦ ગ્રામ
બટાકા – ૧૦૦ ગ્રામ
આરા લોટ – ૩ ટેબલસ્પૂન
મરચાંનો પાઉડર – ૧ ટેબલસ્પૂન
કાજુના ટુકડા – ૧ કપ
મગજતરીનાં બી – ૫૦ ગ્રામ
દૂધ – ૧ કપ
માવો – ૨ ટેબલસ્પૂન
કિસમિસ – ૨ ટેબલસ્પૂન
ગરમ મસાલો – દોઢ ટીસ્પૂન
આદું પેસ્ટ – ૧ ટીસ્પૂન
સમારેલી કોથમીર – ૧ ટેબલસ્પૂન
ઘી – ૨ ટેબલસ્પૂન
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ મુજબ

રીત :

બટાકા બાફી તેને મેસ કરો. તેમાં પનીર મેસ કરીને મિક્સ કરો.
તેમાં કોથમીર, આરા લોટ, મીઠું ઉમેરી નાના-નાના લૂઆ તૈયાર કરો.
લૂઆને હાથેથી થેપી તેમાં માવો અને કિસમિસ ભરી બોલ્સ વાળી લો.
પેનમાં તેલ ગરમ કરી બોલ્સ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
કાજુ અને મગજતરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ-મગજતરીની પેસ્ટ, મરચું, આદું પેસ્ટ નાંખી સાંતળો.
ત્યારબાદ તેમાં દૂધ નાખી પકવો.
દૂધ ઉકળે એટલે તેમાં કોફતા અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચથી સાત મિનિટ સુધી પકવો.
કોથમીરથી ર્ગાિનશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

How to make Mix Punjabi Style Dal Fry – Gujarati Recipe

Do you like dal fry with jeera rise, here you can try Punjabi style Mix dal fry in Gujarati language.. Gujju lovers love punjabi tadka style dal fry..

Let’s see here !!

પંજાબી મિક્સ દાલ ફ્રાય (Mix Punjabi Style Dal Fry)

Mix Punjabi Style Dal Fry

દાળ માટે
– 1 કપ મિક્સ દાળ ( મગ, તુવેર, ચણા, અડદ, મસુર ની દાળ સરખા પ્રમાણમાં)
– 1 ટી સ્પુન હળદર પાવડર
– 2 1/2 કપ પાણી
– સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે :

– 1 ટેબલ સ્પુન તેલ
– 1 ટી સ્પુન રાઈ
– 1 ટી સ્પુન જીરુ
– 2 પીસ લવિંગ
– 1/2 ઈંચ તજ
– 1 પીસ લાલ મરચા
– 1 તજ પત્તા
– 5 લીમડાના પાન
– 1 ગ્રીન મરચી (બારીક સમારેલી)
– 1 કપ કાંદા (બારીક સમારેલા)
– 1 ટામેટા (બારીક સમારેલા)
– 1 ટી સ્પુન હળદર
– 1 ટેબલ સ્પુન લાલ મરચા પાવડર
– 1 ટેબલ સ્પુન ધાણા પાવડર
– 1 ટી સ્પુન ગરમ પાવડર
– 1/2 ઈંચ આદુ છીણેલું
– 2 કળી લસણ
– 1/2 કપ કોથમીર સમારેલી
– 1/4 ટી સ્પુન હીંગ
– લીંબુનો રસ (જરૂરિયાત પ્રમાણે – ઓપશનલ)
– મીઠું સ્વાદ મુજબ

રીત :

– દાળને ધોઈને પાણીમાં ભીંજવી દો.
– બાફતી વખતે હળદર પાવડર, મીઠું ઉમેરી દાળ બાફવી.

વઘાર માટેે :

– તેલને ગરમ કરો.
– રાઈ, જીરાનો વઘાર કરો.
– હીંગ, લાલ મરચા , લવિંગ, તજ, તજ પત્તા, લીમડાના પાન ઉમેરી હલાવો.
– કાંદા નાખી સાંતળો.
– ટામેટા, હળદર, લાલ મરચા પાવડર, ધાણા પાવડર, ગરમ પાવડર, આદુ, લસણ, ગ્રીન મરચી, મીઠું ઉમેરી હલાવો.
– બધા મસાલા બરાબર કાંદા, ટામેટામાં ચડી જાય એટલે દાળ નાખી દો.
– થોડું પાણી ઉમેરો.
– મસાલા દાળમાં મિક્સ થાય એટલે કોથમીર નાખી સર્વ કરો.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

 

Pizza Sauce Recipe in Gujarati Language

Let’s see here how to make pizza sauce, it’s a really very useful when you make Veg. Pizza..

પીઝા સૉસ : (Pizza Sauce)

Pizza Sauce

સામગ્રી :

ટામેટાં – ૬ નંગ મોટી સાઇઝ
ઑલીવ ઑઇલ – ૨ ટેબલ સ્પૂન
લસણ – ૧/૨ ટી સ્પૂન
ડુંગળી – ૧ નાની જીણી સમારેલી
ટૉમેટો કે-ચપ – ૩ ટેબલ સ્પૂન
ચીલી સૉસ – ૧ ટી સ્પૂન
મરી પાઉડર – ૧/૪ ટી સ્પૂન
ચીલી ફ્લૅકસ – ૧/૨ ટી સ્પૂન
ઑરેગાનો – ૧/૨ ટી સ્પૂન
થાઇમ – ૧/૪ ટી સ્પૂન
ખાંડ – ૧/૨ ટી સ્પૂન(Optional)
મીઠું – ૧/૪ ટી સ્પૂન

રીત :
૧. ટામેટાંને ચીલી કટરમાં ક્રશ કરી લો.
૨. કડાઇમાં ઑઈલ લઈ જીણુ સમારેલું લસણ સાંતળી પછી ડુંગળી સાંતળો.
૩. ક્રશ કરેલા ટામેટાં ઉમેરી ચડી જાય ત્યાં સુધી સાંતળો.
૪. ટૉમેટો કે-ચપ, ચીલી સૉસ ઉમેરી
મિનિટ કુક કરો.
૫. મરી પાઉડર, ચીલી ફ્લૅક્સ, ઑરેગાનો, થાઇમ, ખાંડ, મીઠું ઉમેરી ૨ મીનીટ કુક કરો. તો તૈયાર છે પીઝા સૉસ.

નોંધ :

૧.આ સૉસ કે-ચપ કરતા થોડો જાડો રાખવો.
૨. પીઝા બેઝ ઉપર હંમેશા પેહલા બટર લગાવીને જ સૉસ પાથરવો. નહીં તો પીઝા બેઝ સૉગી થઈ જશે.
૩. આ હોમમેઇડ પીઝા સૉસ ને ફ્રિઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

How to make Trio Bread Pakoda | Gujarati Food Recipe

Make instant and easy Trio Bread Pakoda. it’s most favorite in kids..

Let’s try it!!!

ટ્રાયો બ્રેડ પકોડા”(Trio Bread Pakoda)

Trio Bread Pakoda

આ પકોડા ઇસી-ક્વિક રેસીપી છે…બહુ થોડી સામગ્રીથી બનેછે..

સામગ્રી (8 નંગ પકોડા માટે )

6 બ્રેડ સ્લાઇસ
3 વાટકી ચણાનો લોટ
1/2 વાટકી ટોમેટો કેચઅપ
1/2 વાટકી ગ્રીન ચટણી
2-3 ટી સ્પૂન લસણની ચટણી
2 ટી સ્પૂન ચીલ્લી ફ્લેક્ષ(ઓપ્સ્નલ )
મીઠુ
હળદર
તળવા માટે તેલ

રીત :

-લસણની ચટણીને ટોમેટો કેચઅપ સાથે બરાબર મિક્ષ કરીલો .
-એક બ્રેડ સ્લાઇસની ઉપર ગ્રીન ચટણી ચોપડો.તેની પર બીજી બ્રેડ સ્લાઇસ મુકો અને તેની પર તૈયાર ટોમેટો કેચઅપ મિક્ષ લગાડો .
-તેના પર ત્રીજી બ્રેડ સ્લાઇસ મુકીદો .
-હવે ભજીયા માટે જોઇએ તેવુ ચણાના લોટનુ ખીરું બનાવો.તેમાં સ્વાદ અનુસાર હળદર અને મીઠુ તેમજ ચીલ્લી ફ્લેક્ષ ઉમેરો .
-સાચવીને આ તૈયાર બ્રેડ સ્લાય્સ સેન્ડવિચને ખીરામાં બોળી ચારે બાજુથી ચોપડીલો .બીજીબાજુ ફેરવી,તેને પણ ખીરામાં લપેટીલો .
-હવે ગરમ તેલમાં સાચવીને મુકો અને બંને બાજુ ગોલ્ડન તળી પેપર ટોવેલ પર કાઢીલો.
-આવી રીતે બાકીની 3 બ્રેડ સ્લાઇસને પણ તળીલો .
-તેને ત્રિકોણ કાપી સૉસ તથા ચટણી સાથે સર્વ કરો .

#લસણની ચટણીની બદલે સેઝવાન સૉસ પણ લગાડાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

Make Instant Schezwan Roti Noodles Recipe for kids

Make instant healthy Schezwan Roti Noodles here.. It’s healthy and favorite for kids..It’s made by roti and vegetable ..so let’s try here:

સેઝવાન રોટી નુડલસ (Schezwan Roti Noodles)

Roti -chapathy-noodles-recipe

* સામગ્રી :-

* ૫ થી ૬ રોટલી
* બે ડુગળી
* એક ગાજર
* એક કેપ્સિકમ
* એક કપ કોબી
* ૧/૨ ટી સ્પૂન લસણ બારીક સમારેલુ
* ૨ થી ૩ ચમચી તેલ
* ૩થી ૪ ચમચી સેઝવાન ચટની

** રીત :-

– સો પ્રથમ રોટલી ઓ ને રોલ કરી પતલી પતલી લાબી સ્ટીપસ કાપવી.
– ત્યારબાદ બધા વેજીટેબલસ પણ લાબા પતલા કાપવા.
– એક એક નોન સ્ટીક કડાઈ મા તેલ નાખી ગરમ કરવુ . તેલ ગરમ થાય એટલે તેમા લસણ નાખી સાતળવુ.પછી તેમા બધા વેજીટેબલસ નાખી ૫ મિનિટ સાતળવા હવે તેમા રોટલી નુડલસ નાખી સિચવીને મિકસ કરવુ .હવે તેમા સેઝવાન ચટણી નાખી હલાવવુ.અને થોડી વાર ગેસ પર ધીમા તાપે રાખવુ .
– હવે ગેસ બંધ કરી નુડલસ ને પ્લેટ મા કાઢી ગરમ ગરમ સવૅ કરો.
– આમા મીઠુ નથી નાખતા કેમકે ચટણી મા મીઠુ છે માટે.
* નોધ :- આ નુડલસ માટે તમે રોટલી વધી હોય એ પણ લઇ શકો છો આથવા તાજી પણ બનાવી ને લઇ શકો છો.
– તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપી ને લાઇક કરો અને share કરો.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

Latest Full Video Recipes Lists

Matar Paneer- Restaurant Style

Matar Paneer Full Recipe

Full Recipe: goo.gl/AIBYSO


Paneer Jalfrezi Recipe – restaurant style

paneer-jalfrezi-recipe
Full Recipe :- youtu.be/jkv19gKma3g


Paneer Tikka Masala Video

paneer-tikka-masala
Full Recipe :- http://bit.ly/2q7arXu


Chilli Potato Recipe Video

Chilli Potato

Full Recipe – goo.gl/JyTmyy


Veg Manchurian Recipe Video

veg manchurian
Full Recipe – goo.gl/9YeqnA


Roasted Tomato Grilled Cheese Sandwich Recipe Video

Roasted Tomato Grilled Cheese Sandwich

Full Recipe -http://bit.ly/2c2oMPO


Puran Poli or Bobbatlu or Holige

Puran Poli Food Recipe

Full Recipe -: http://goo.gl/SWorxT


Chole Bhature

Chole Bhature

Full Recipe -: goo.gl/i0HQhE


Garlic Naan

Garlic Naan

Full Recipe -: goo.gl/Gr1Zqj


Masala Puri Chaat

Masala Puri Chaat

Full Recipe -: goo.gl/1F29Co


Pani Puri

Pani Puri

Full Recipe -: goo.gl/QhRSyA


Veg Pizza

Veg Pizza Recipe

Full Recipe -: goo.gl/L6QyKu


French Fries

French Fries

Full Recipe -: goo.gl/8Np2pw


Baingan Masala

Baingan Masala

Full Recipe -: goo.gl/vnlvzG


Veg Pulao

veg pulao

Full Recipe -: goo.gl/jSFGjx


Ragda Patties

Full Recipe -: goo.gl/rfxieq


Sev Puri

Sev Puri Chat Recipe

Full Recipe -: goo.gl/CCs0oC

Recipe of Vegetable Jalfrezi

Gujarati people love all type of Punjabi sabji. Now days there are many gujju are Punjabi food lovers… So let’s see here recipe of Veg. Jalfrezi and make it!!!

વેજ જાલફ્રાઝી (Veg Jalfrazi)

veg jalfrazi

સામગ્રી (4 વ્યક્તિ માટે )

500 ગ્રામ બોઇલ્ડ વેજિટેબ્લ્સ
(ફણસી,ગાજર,બટેટા,ફૂલેવર,વટાણા)
1 કાંદો
1 કેપ્સીકમ
2 ટામેટા
1 વાટકી પનીર(ઓપ્સ્નલ)
2 ટી સ્પૂન આદું મરચાની પેસ્ટ
2 ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન મરચું
2 ટી સ્પૂન ટોમેટો સૉસ
1 ટી સ્પૂન લિમ્બુનો રસ
કોથમીર
તેલ

રીત :

-બધા વેજિટેબ્લ્સ(કાંદા,કેપ્સીકમ ,ટામેટા સિવાય) જીણા સમારીને ,હળદર અને મીઠું નાખીને બોઇલ કરીલો.માપસર બોઇલ કરવા ,વેજિટેબ્લ્સ આખા દેખાવા જોઇયે .
-હવે કડાઇમાં તેલ મુકીને કાંદા,કેપ્સીકમ ને સાંતળો તેમાં આદું મરચાંની પેસ્ટ એડ કરો, ત્યારબાદ ટામેટા જીણા કાપીને એડ કરો.
-ટામેટા ગળી જાય ત્યારે હળદર ,લાલ મરચું,મીઠું અને ટોમેટો સૉસ નાખો .
-થોડુ ખદખદે એટલે બોઇલ્ડ વેજિટેબ્લ્સ ઉમેરો.(પાણી નીતારીને) અને સાથે પનીરના નાના પીસ પણ એડ કરો .
-હવે તેમાં પંજાબી ગરમ મસાલો અને લિમ્બુનો રસ એડ કરીને સર્વિંગ બાઉલમાં લઇલો .
-ઉપર કોથમીર ,કેપ્સીકમ અને ટામેટાથી ગાર્નીસ કરો .

# સબ્જીમા ગ્રેવી નથી હોતી,તે સોસી હોયછે …
#બધા વેજિટેબ્લ્સ આખા દેખાવા જોઇયે..
#તીખાશ ખવાતી હોય તે રીતે મસાલા વધ ઘટ કરી શકાય.
#ગળપણ ગમેતો ખાંડ ઉમેરવી..

-રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)