Mango and Onion Chutney recipe in Gujarati

Try here all time favorite your Mango and Onion  chutney recipe.. most of people like mango and this summer you can enjoy with chatpati Raw Mango and Onion Chutney recipe in Gujarati

ચટપટી કેરી ડુંગળી ની ચટણી | Raw Mango and Onion Chutney recipe

raw mango onion chutney

સામગ્રી :

૧ ડુંગણી
૧ કાચી કેરી
૧ ચમચો તેલ
૧ ચમચો સમારેલો ગોળ
૧ કપ ચણાનો લોટ
મીઠું સ્વાદનુસાર
રાય
મેથી
લાલ મરચું
ધાણા જીરું
હીંગ

રીત :

સૌ પ્રથમ કેરી અને ડુંગળી છાલ ઉતારી ને ખમણવી. ત્યાર બાદ એક વાસણ માં તેલ ગરમ મૂકવું પછી તેમાં રાય, મેથી ને હિંગ નો વઘાર કરી ને કેરી અને ડુંગળી ને તેમાં ચડવા દેવા. સ્વાદનુસાર મીઠું, ગોળ ,લાલ મરચું, ધાણા જીરું નાખીને થોડીકવાર ચડવા દેવું. ત્યાર બાદ ચણા ના લોટ માં 2 ચમચી પાણી નાખી વઘાર માં નાખી દેવું. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું. આ ચટણી 8 દિવસ સુધી સારી રહેશે.

રસોઈ ની રાણી : પ્રફુલાબા ઝાલા ( ભાવનગર )

Make Recipe of Keri Dhokdi nu Shaak

Dhokli nu shaak is one of famous Kathiyawadi spicy recipes. but do you like keri (mango)? you can try here Dhokli with keri shaak. It’s make spicy Gujarati food recipe..

કેરી -ઢોકળીનુ શાક (keri dhokdi nu shaak)

 

સામગ્રી :

2 મિડીયમ કાચી કેરી
1 કાંદો
2 કપ ચણાનો લોટ
આદું -મરચાની પેસ્ટ
લસણ પેસ્ટ
ગરમ મસાલો
હિંગ
હળદર
મરચું
ધાણાજીરૂ
અજમો
ચપટી સોડા
રાઇ
જીરુ
મીઠું
તેલ

સર્વ કરવા :

કોથમીર

રીત :

એક બાઉલમાં1 નંગ કેરી અને કાંદાને ખમણીલો .
તેમાથી રસો નીચવીને કાઢીલો .
હવે તેમા ચણાનો લોટ નાખો.તેમાં બધાં મસાલા નાખો અને સાથે આદું -મરચા-લસણની પેસ્ટ ઉમેરો .(સોડા પણ નાખવા)
થોડું તેલ ઉમેરી ઢોકળીનો લોટ બાંધવો .
તેમાંથી ગોળ કે ચોરસ ઢોકળી બનાવીલો .
હવે કડાઇમાં તેલ મુકો .તેમાં રાઇ ,જીરુ ,અજમો તથા હિંગનો વઘાર કરો .તેમાં 1 નંગ કાચી કેરીના પિસ વઘારો .(કેરીની છાલ કાઢીને )
તેમાં હળદળ, મરચું ,ધાણાજીરુ, મીઠું ,ખાંડ સ્વાદ અનુસાર નાખીને મિક્ષ કરો.
તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો અને પાણી થોડું ઉક્ળે એટલે તૈયાર ઢોકલી નાખીને ચઢવાદો. ( કૂકર માં પણ આ શાક ચઢવા દેવાય )
કોથમીર નાખીને સર્વ કરો .

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)