How to make Corn Paneer Sabji?

Now coming monsoon seasons , try here your favorite Punjabi style corn sabji.. Let’s try here Corn Paneer Sabji in Gujarati language..

કોર્ન પનીર સબ્જી (Corn Paneer Sabji)

Corn Paneer Sabji

સામગ્રી :

૨૦૦ ગ્રામ.. પનીર
૧/૨ કપ. અમેરીકન મકાઇ નાં દાણાં
૨ નંગ.. ડુંગળી
૪ નંગ ટામેટાં
૨-૩ ટે સ્પૂન.. તેલ / બટર
જીરૂ
૨.. લવીંગ
૨.. ઇલાયચી
૧.. તમાલપત્ર
૧ ટે સ્પૂન.. આદુ-લસણ ની પેસ્ટ
૨ .. લીલાં મરચાં
૨ ટે સ્પૂન.. ડુંગળી
૨ ટે સ્પૂન.. ટામેટાં
૧ .. કેપ્સીકમ ૧ ટી સ્પૂન.. શેકેલું જીરૂ પાવડર
૧ ટી સ્પૂન.. કસૂરી મેથી
હળદર
૧ ટી સ્પૂન..લાલ મરચું
૨ ટે સ્પૂન.. કાજૂ મગતરી ની પેસ્ટ
મીઠુ
ક્રિમ
૧/૨ ટી સ્પૂન.. કીચન કીંગ મસાલો
કોથમીર

રીત :

  • કઢાઇ માં થોડું તેલ લઇ મોટી સમારેલી ડુંગળી અને ટામેટાં સાંતળો. ઠંડુ થાય પછી પેસ્ટ બનાવો.
    • કાજૂ મગજતરી ની પેસ્ટ બનાવો.
    • અમેરીકન મકાઇ બાફી ને દાણાં કાઢી લો.
    • પેન માં તેલ કે બટર લઇ જીરૂ, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર મૂકી આદુ-લસણ ની પેસ્ટ, ચીરી કરેલાં લીલાં મરચાં સાંતળી જીણી સમારેલી ડુંગળી સાંતળો, બ્રાઉન થાય પછી કસુરી મેથી, શેકેલું જીરૂ પાવડર, હળદર, લાલ મરચું સાંતળી જીણાં સમારેલાં ટામેટાં સાંતળી ને કેપ્સીકમ સાંતળો. પછી ડુંગળી, ટામેટાં ની પેસ્ટ ઉમેરો.
    • તેલ છૂટુ પડવા આવે એટલે કાજૂ મગજતરી ની પેસ્ટ, મીઠું, કીચન કિંગ મસાલો ઉમેરી જરૂર મૂજબ પાણી રેડી ૫-૭ મિનિટ કુક કરો. કુક થઇ જાય પછી પનીર અને મકાઇ નાં દાણાં ઉમેરી ૨ મિનિટ ચઢવા દઇ ક્રિમ ઉમેરી ગેસ બંધ કરી દો. કોથમીર ભભરાવી પરાઠા, નાન, રોટલી કે રાઇસ સાથે સર્વ કરો.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

 

Advertisements

Weekend Favorite Recipe Video Collections

Curd Rice Recipe | Mosaranna Recipe

Curd Rice Recipe is the most favorite Recipe in South Indian.. Mostly South India people served this dish end of the lunch or dinner.

Let’s see here video

How to make Curd Rice Recipe or Mosaranna Recipe ?

curd-rice-recipes

Full Recipe Video: youtu.be/kUrPB1PUkoo


Garlic Bread

Garlic Bread Recipe Video

Full Recipe Video: goo.gl/IDQugM


Veg pizza

veg pizza

Full Recipe Video: goo.gl/rkpgAI


Instant Bread Uttapam

bread-uttapam-recipe

Full Recipe:youtu.be/8SxCXHyQBX0


Dhaba Style Delicious Matar Paneer

Delicious Matar Paneer

Full Recipe – https://goo.gl/6oRJIR

How to make Shahi Kofta Curry | Gujarati Food Recipe

Shahi Kofta Curry is a delicious Indian recipe served as a Side Dish. It is most favourite food recipe in Gujarat.

Let’s see here Shahi Kofta Curry Recipe..

શાહી કોફતા કરી (Shahi Kofta Curry)

Shahi Kofta Curry

સામગ્રી :

પનીર – ૨૫૦ ગ્રામ
બટાકા – ૧૦૦ ગ્રામ
આરા લોટ – ૩ ટેબલસ્પૂન
મરચાંનો પાઉડર – ૧ ટેબલસ્પૂન
કાજુના ટુકડા – ૧ કપ
મગજતરીનાં બી – ૫૦ ગ્રામ
દૂધ – ૧ કપ
માવો – ૨ ટેબલસ્પૂન
કિસમિસ – ૨ ટેબલસ્પૂન
ગરમ મસાલો – દોઢ ટીસ્પૂન
આદું પેસ્ટ – ૧ ટીસ્પૂન
સમારેલી કોથમીર – ૧ ટેબલસ્પૂન
ઘી – ૨ ટેબલસ્પૂન
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ મુજબ

રીત :

બટાકા બાફી તેને મેસ કરો. તેમાં પનીર મેસ કરીને મિક્સ કરો.
તેમાં કોથમીર, આરા લોટ, મીઠું ઉમેરી નાના-નાના લૂઆ તૈયાર કરો.
લૂઆને હાથેથી થેપી તેમાં માવો અને કિસમિસ ભરી બોલ્સ વાળી લો.
પેનમાં તેલ ગરમ કરી બોલ્સ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો.
કાજુ અને મગજતરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ તૈયાર કરો.
કડાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ-મગજતરીની પેસ્ટ, મરચું, આદું પેસ્ટ નાંખી સાંતળો.
ત્યારબાદ તેમાં દૂધ નાખી પકવો.
દૂધ ઉકળે એટલે તેમાં કોફતા અને ગરમ મસાલો નાખીને ધીમી આંચે પાંચથી સાત મિનિટ સુધી પકવો.
કોથમીરથી ર્ગાિનશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

How to make Mix Punjabi Style Dal Fry – Gujarati Recipe

Do you like dal fry with jeera rise, here you can try Punjabi style Mix dal fry in Gujarati language.. Gujju lovers love punjabi tadka style dal fry..

Let’s see here !!

પંજાબી મિક્સ દાલ ફ્રાય (Mix Punjabi Style Dal Fry)

Mix Punjabi Style Dal Fry

દાળ માટે
– 1 કપ મિક્સ દાળ ( મગ, તુવેર, ચણા, અડદ, મસુર ની દાળ સરખા પ્રમાણમાં)
– 1 ટી સ્પુન હળદર પાવડર
– 2 1/2 કપ પાણી
– સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે :

– 1 ટેબલ સ્પુન તેલ
– 1 ટી સ્પુન રાઈ
– 1 ટી સ્પુન જીરુ
– 2 પીસ લવિંગ
– 1/2 ઈંચ તજ
– 1 પીસ લાલ મરચા
– 1 તજ પત્તા
– 5 લીમડાના પાન
– 1 ગ્રીન મરચી (બારીક સમારેલી)
– 1 કપ કાંદા (બારીક સમારેલા)
– 1 ટામેટા (બારીક સમારેલા)
– 1 ટી સ્પુન હળદર
– 1 ટેબલ સ્પુન લાલ મરચા પાવડર
– 1 ટેબલ સ્પુન ધાણા પાવડર
– 1 ટી સ્પુન ગરમ પાવડર
– 1/2 ઈંચ આદુ છીણેલું
– 2 કળી લસણ
– 1/2 કપ કોથમીર સમારેલી
– 1/4 ટી સ્પુન હીંગ
– લીંબુનો રસ (જરૂરિયાત પ્રમાણે – ઓપશનલ)
– મીઠું સ્વાદ મુજબ

રીત :

– દાળને ધોઈને પાણીમાં ભીંજવી દો.
– બાફતી વખતે હળદર પાવડર, મીઠું ઉમેરી દાળ બાફવી.

વઘાર માટેે :

– તેલને ગરમ કરો.
– રાઈ, જીરાનો વઘાર કરો.
– હીંગ, લાલ મરચા , લવિંગ, તજ, તજ પત્તા, લીમડાના પાન ઉમેરી હલાવો.
– કાંદા નાખી સાંતળો.
– ટામેટા, હળદર, લાલ મરચા પાવડર, ધાણા પાવડર, ગરમ પાવડર, આદુ, લસણ, ગ્રીન મરચી, મીઠું ઉમેરી હલાવો.
– બધા મસાલા બરાબર કાંદા, ટામેટામાં ચડી જાય એટલે દાળ નાખી દો.
– થોડું પાણી ઉમેરો.
– મસાલા દાળમાં મિક્સ થાય એટલે કોથમીર નાખી સર્વ કરો.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

 

Recipe of Vegetable Jalfrezi

Gujarati people love all type of Punjabi sabji. Now days there are many gujju are Punjabi food lovers… So let’s see here recipe of Veg. Jalfrezi and make it!!!

વેજ જાલફ્રાઝી (Veg Jalfrazi)

veg jalfrazi

સામગ્રી (4 વ્યક્તિ માટે )

500 ગ્રામ બોઇલ્ડ વેજિટેબ્લ્સ
(ફણસી,ગાજર,બટેટા,ફૂલેવર,વટાણા)
1 કાંદો
1 કેપ્સીકમ
2 ટામેટા
1 વાટકી પનીર(ઓપ્સ્નલ)
2 ટી સ્પૂન આદું મરચાની પેસ્ટ
2 ટી સ્પૂન પંજાબી ગરમ મસાલો
1 ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન મરચું
2 ટી સ્પૂન ટોમેટો સૉસ
1 ટી સ્પૂન લિમ્બુનો રસ
કોથમીર
તેલ

રીત :

-બધા વેજિટેબ્લ્સ(કાંદા,કેપ્સીકમ ,ટામેટા સિવાય) જીણા સમારીને ,હળદર અને મીઠું નાખીને બોઇલ કરીલો.માપસર બોઇલ કરવા ,વેજિટેબ્લ્સ આખા દેખાવા જોઇયે .
-હવે કડાઇમાં તેલ મુકીને કાંદા,કેપ્સીકમ ને સાંતળો તેમાં આદું મરચાંની પેસ્ટ એડ કરો, ત્યારબાદ ટામેટા જીણા કાપીને એડ કરો.
-ટામેટા ગળી જાય ત્યારે હળદર ,લાલ મરચું,મીઠું અને ટોમેટો સૉસ નાખો .
-થોડુ ખદખદે એટલે બોઇલ્ડ વેજિટેબ્લ્સ ઉમેરો.(પાણી નીતારીને) અને સાથે પનીરના નાના પીસ પણ એડ કરો .
-હવે તેમાં પંજાબી ગરમ મસાલો અને લિમ્બુનો રસ એડ કરીને સર્વિંગ બાઉલમાં લઇલો .
-ઉપર કોથમીર ,કેપ્સીકમ અને ટામેટાથી ગાર્નીસ કરો .

# સબ્જીમા ગ્રેવી નથી હોતી,તે સોસી હોયછે …
#બધા વેજિટેબ્લ્સ આખા દેખાવા જોઇયે..
#તીખાશ ખવાતી હોય તે રીતે મસાલા વધ ઘટ કરી શકાય.
#ગળપણ ગમેતો ખાંડ ઉમેરવી..

-રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

 

Rajma Masala Recipe Restaurant Style | Punjabi Sabji

Rajma Masala is most famous dish in Punjab. Most of punjabi eat with roti and rice. Nowdays Most of Gujarati people made rajma masala.

Let’s try here Punjabi  Restaurant style Rajma Masala

રાજમા મસાલા

rajma-masala-veg-recipes

સામગ્રી :

– 1 કપ રાજમા
– 1 કપ કાંદા (બારીક સમારેલા)
– 2 કપ ટામેટા (બારીક સમારેલા)
– 1 ટેબલ સ્પુન આદુ છીણેલો
– 1 ટેબલ સ્પુન લસણ છીણેલો
– 1/4 ટી સ્પુન હળદર
– 1 ટી સ્પુન લાલ મરચી પાવડર
– 1 ટેબલ સ્પુન ધાણા પાવડર
– 1/2 ટેબલ સ્પુન જીરૂ પાવડર
– 1 ટી સ્પુન ગરમ મસાલા
– 2 ટેબલ સ્પુન તેલ
– 1/2 ઈંચ તજ નો ટુકડો
– 1 લવિંગ
– 1/2 પીસ તેજ પત્તા
– 2 કપ પાણી
– મીઠું સ્વાદ પ્રમાણે

રીત :

– રાજમાને 8-9 કલાક પલાળી રાખો.
– મીઠું નાખી મિડીયમ આંચ પર કુકરમાં 8 મિનિટ માટે રાંધો.
– તેલમાં તજ, તેજ પત્તા, લવિંગ નાખી સાંતળો.
– કાંદા નાખી સાંતળો.
– કાંદા સાંતળી લો એટલે લસણ નાખી રાંધો.
– સુકા મસાલા, મીઠું નાખી હલાવો.
– મસાલા બરાબર કાંદા સાથે મિક્સ થઈ જાય એટલે ટામેટા નાખી 5 મિનિટ સુધી રાંધો.
– ટામેટા રંધાય પછી પાણી ઉમેરી તેને 1 મિનિટ માટે ઉકાળો.
– રાજમા ઉમેરી દો.
– 4 મિનિટ માટે રાંંધો. મસાલા ભળી જાય એટલે સબ્જી તૈયાર.

નોંધ – ગ્રેવીને ઘટ્ટ કરવા થોડા રાજમા છુંદી નાખવા.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

Make your Favorite Paneer Veg. Masala (પનીર વેજીટેબલ્સ મસાલા) in Gujarati language

All types of people like paneer. In Gujarat, Most of people eat Paneer sabji in hotel,resturant. Paneer Veg. Masala is most spicy and delicious sabji.. Let’s try here!!

પનીર વેજીટેબલ્સ મસાલા (Paneer Veg. Masala)

Paneer Veg Masala Punjabi sabji

સામગ્રી

૨૫૦ ગ્રામ પનીર
૩ મીડીયમ ડુંગળી
૪ ટમેટા
૩ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા
૧ ટેબલસ્પૂન ગાજરના ટુકડા
૧ ટુકડો આદુ
૭ થી ૮ કળી લસણ
૧ ટેબલસ્પૂન કાજુના ટુકડા
૨ ટીસ્પૂન મેથી દાણા
૧ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર
૧ કપ દૂધ
૧ ટીસ્પૂન લાલ મરચું
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન ખાંડ
૧ – ૨ લીલા મરચા લાંબી ચીરી કરેલા
૨-૩ ટેબલસ્પૂન બટર
૩-૪ ટેબલસ્પૂન તેલ
૨-૩ ટેબલસ્પૂન ક્રીમ
થોડા લીલા ધાણા
મીઠું સ્વાદ પ્રમાણે

યોગ્ય પદ્ધતિ :

બે ડુંગળીના મોટા ટુકડામાં કાપી, તેમાં આદુ અને લસણ નાંખી, મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવવી. એક ડુંગળીના ગોળ પિત્તા કાપવા. પનીરના નાના નાના ટુકડા કરી, થોડા તેલમાં ગોલ્ડન કલરના તળી, સાઈડમાં રાખવા.

ટમેટાને ગરમ પાણીમાં ૪-૫ મિનિટ રાખી, તેની છાલ કાઢી, મિક્સરમાં ક્રશ કરી, ગરણીથી ગાળી, તેની પ્યુરી બનાવવી. એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં ડુંગળીની પેસ્ટ નાંખી, તે સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.

હવે તેમાં લાલ મરચું નાંખી, મિક્સ કરી, તેમાં ધીમે ધીમે દૂધ નાંખી હલાવતા રહેવું. પછી તેમાં કાજુના ટુકડા, ટમેટાની પ્યુરી નાંખી, મિક્સ કરી, થોડીવાર સુધી ઉકળવા દેવું.

હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને થોડું પાણી નાંખી, બરાબર મિક્સ કરી, ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવવી. ગ્રેવી થોડી ઘટ્ટ થાય પછી તેમાં મેથી દાણા નાખી સાઈડમાં રાખવી.

એક બીજા વાસણમાં બટર ગરમ કરી, તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, ગાજરના ટુકડા અને ડુંગળીની રીંગને થોડીવાર સાંતળવી. પછી પનીરના ટુકડા અને શાકને મસાલા ગ્રેવીમાં મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી નાંખી, ઢાંકણ ઢાંકીને, ધીમા તાપે થોડીવાર ચડવા મુકવું.

શાક બરાબર ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં લીલા ધાણા નાંખવા. પીરસતા પહેલા તેની ઉપર થોડી ક્રીમ નાંખવું. ગરમગરમ પનીર વેજ મસાલા ફુલ્કા રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસવું.

નોધ :

પનીરને તળ્યા વિના ઉપયોગમાં લેવું હોય તો પનીરના ટુકડાને થોડીવાર ઉકળતા પાણીમાં નાખીને કાઢી લેવા. ગ્રેવી જેટલી પાતળી બનાવવી હોય તે પ્રમાણે તેમાં પાણી નાંખવું.

રસોઈની રાણી : પીનલ પ્રજાપતિ

Tawa Paneer Masala Recipe in Gujarati

Tawa paneer masala recipe is make by Tawa. This is the easiest and quickly cooked in tawa. You can try with roti and pulao. Let’s see here easiest recipe!!

તવા પનીર મસાલા (Tawa Paneer Masala)

Tawa Paneer Masala

સામગ્રી:

2 કપ પનીરના ક્યુબ
2-3 tbsp દહીં
3 tbsp ટમેટાની પેસ્ટ
1.5 tsp કસૂરી મેથી
1/2 tsp ચાટ મસાલો
1/2 tsp જીરું પાઉડર
1/2 tsp અજમો
1 મોટી ઝીણી સમારેલ ડુંગળી
1/2 tsp આદુ પેસ્ટ
1/2 tsp લસણ પેસ્ટ
1/2 લીલા મરચાની પેસ્ટ
1/4 tsp હળદર
1 tsp તંદુર મસાલા
1 tsp લાલ મરચું
1 tsp ધાણાજીરું
1 tsp ગરમ મસાલો
1 કપ લાંબી સમારેલ ડુંગળી
1/4 કપ રેડ ગ્રીન કેપ્સિકમ
4 tbsp ફ્રેશ ક્રીમ
મીઠું
1/4 કપ કોથમીર
1.5 tbsp તેલ
1/2 tbsp ઘી

રીત:

મેરિનેડ માટે:

એક બાઉલમાં દહીં, મીઠું, લાલ મરચું, ચપટી હળદર, તંદુર મસાલા, ચાટ મસાલા, કસૂરી મેથી ઉમેરી બરાબર હલાવી લેવું.
પછી પનીર ઉમેરી ઢાંકીને 15-20 મિનિટ રાખી દેવું.

ગ્રેવી માટે:

એક પેનમાં તેલ લઇ જીરું, અજમાનો વઘાર કરી ઝીણી સમારેલ ડુંગળી, હળદર ઉમેરી થોડીક વાર સાંતળવું.
પછી તેમાં મીઠું, આદુ-લસણ-લીલા મરચાની પેસ્ટ ઉમેરી હલાવી લેવું.
પછી તેમાં કેપ્સિકમ ઉમેરી થોડીક વાર સાંતળવા.
પછી તેમાં ટમેટાની પેસ્ટ, જરૂર મુજબ પાણી અને ગરમ મસાલો ઉમેરી થોડીક વાર કુક કરવું.

તવા પનીર માટે:

એક ફ્લેટ પેનમાં તેલ અને ઘી લઇ ગરમ થાય એટલે મેરિનેડ કરેલ પનીર લઇ બધી બાજુ ગોલ્ડન થાય ત્યાંસુધી સાંતળી બાર કાઢી લેવું.
પછી લાંબી સમારેલ ડુંગળી ગોલ્ડન થાય ત્યાંસુધી સાંતળી લઇ બાર કાઢી લેવી.
હવે ડુંગળી અને સાતળેલ પનીરને ગ્રેવીમાં મિક્સ કરવું તવા પર.
પછી તેમાં કેઈમ કોથમીર મિક્સ કરી બરાબર મિક્સ કરી ગેસ બન્ધ કરી દેવો.
રોટી, પરાઠા કે રાઈસ જોડે સર્વ કરવું.
તો તૈયાર છે તવા પનીર મસાલા.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

 

 

How to cook Paneer Kofta Curry?

Do you know Paneer Kofta curry is well know cuisine in Punjab and also Gujarati. Now day Gujarati people like panner kofta sabji.. So, Now!! let’s see here and try it!!

પનીર કોફ્તા (paneer kofta curry )

paneer kofta new

સામગ્રી:

કોફ્તા માટે:
200 ગ્રામ પનીર
2 બાફેલા બટાકા
1 જીણું કાપેલું લીલું મરચું
1/2 ચમચી કાપેલું આદુ
1/2 ચમચી લીંબુ નો રસ
1 ચમચો કાપેલી કોથમીર
1 1/2 ચમચો કોર્ન ફ્લોર
6-8 કાપેલા કાજુ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે

કરી માટે:
3 ટામેટા
2 ચમચા કાજુ (20 મિનિટ પાણી માં પલાળી પેસ્ટ બનાવી )
2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
1 કાંદો
1/2 ઇંચ તજ
1/2 ચમચી જીરું
2 લવિંગ
1/4 ચમચી હળદર
1/2 લાલ મરચું પાવડર
1 1/2 ચમચી ધાણા જીરું
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી ખાંડ
1/2 ચમચી કસૂરી મેથી
2 ચમચી તેલ
1/2 કપ પાણી

રીત:
કોફ્તા બનાવા
• પનીર ખમણી ને એમાં બાફેલા બટાકા,મીઠું,લીંબુ નો રસ,કોર્ન ફ્લોર,કોથમીર,કાજુ અને લીલા મરચા નાખી મિક્સ કરો.
• હાથ માં થોડું તેલ લઇ નાના બોલ વાળો.
• 1 કપ માં 2 ચમચા પાણી માં 1/2 ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરો.કોફ્તા ને એમાં 5 સેકન્ડ પલાળી બાજુ માં મુકો.
• તેલ ગરમ કરો. મધ્યમ ગેસ પર કોફ્તા તડો. આછા બદામી રંગ ના થાય પછી બહાર કાઢો

ગ્રેવી માટે:

• ટામેટા ને કાપી ને પેસ્ટ બનાવો.
• પલાળેલા કાજુ ની પેસ્ટ બનાવો.
• કાંદા ની પેસ્ટ બનાવો.
•એક પેન માં તેલ ગરમ કરો. તજ ,લવિંગ નાખો.
• જીરું નાખો. જીરું લાલ રંગ નું થાય પછી કાપેલા આદુ લસણ નાખી સાંતળો.
• કાંદા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
• કાંદા લાલ થાય પછી ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
• તેલ છુટ્ટુ પડે પછી કાજુ ની પેસ્ટ નાખો.
• પછી હળદર, મરચું, ઘણા જીરું, ખાંડ,મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. 4-5 મિનિટ મધ્યમ
ગેસ પર થવા દો.
•કસૂરી મેથી અને પાણી નાખી થોડી વાર ઉકાળો.
• કોફ્તા નાખી ને ગેસ બંધ કરી દો.
• સર્વિંગ ડીશ માં કાઢી ઉપર કાપેલી કોથમીર અને ખમણેલું પનીર થી સજાવો.
• રોટલી, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.

રસોઈ ની રાની: ચિંતન ભાવસાર (દુબઇ)

How to make Paneer Makhanwala

Preparation Time: 15 mins   Cooking Time: 14 mins   Total Time: 29 mins     Makes 4 servings
Ingredients

1 1/2 cups paneer (cottage cheese) cubes
2 cups roughly chopped tomatoes
1 cup roughly chopped onions
1 tbsp roughly chopped garlic (lehsun)
1 tsp roughly chopped ginger (adrak)
1 tbsp butter
1 tsp dried fenugreek leaves (kasuri methi)
1 tsp chilli powder
1/2 tsp sugar
salt to taste

For Serving
parathas

Method

  1. Combine the tomatoes, onions, garlic, ginger and 1 cup of water in a broad non-stick pan, mix well and cook on a medium flame for 6 to 8 minutes or till the tomatoes soften, while stirring occasionally.
  2. Allow the mixture to cool completely. Once cooled, blend in a mixer till smooth. Keep aside.
  3. Heat the butter in a broad non-stick pan, add the dried fenugreek leaves and chilli powder and sauté on a medium flame for a few seconds.
  4. Add the prepared tomato-onion mixture, mix well and cook on a medium flame for 2 to 3 minutes, while stirring occasionally.
  5. Add the paneer, sugar and salt, mix gently and cook on a medium flame for 2 minutes, while stirring occasionally.
  6. Serve hot with parathas.

– See more at: https://www.tarladalal.com/Paneer-Makhanwala-276r#sthash.xU3hNBjO.dpuf