How to make Lasooni Palak Sabji (Lehsuni palak)?

Lasooni Palak sabji is a very comfort food for the garlic lovers and a must try just for its simplicity where the whole garlic combines with palak. Let’s try here Spicy and Hot Lasooni Palak sabji in Gujarati language..

લસુની પાલક :Lasooni Palak sabji (Lehsuni palak)

Lasooni-Palak Sabji

સામગ્રી :

2 કપ પાલક પ્યોરી
20 થી 30 લસણની ની કડી
1 ડુંગળી (જીણી સમારેલી )
1/2 સ્પૂન જીરૂ
1 સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
1 સ્પૂન ધાણાજીરું પાવડર
1/4 સ્પૂન હલદર
1 સ્પૂન લિમ્બુ નો રસ
1 સ્પૂન તલ
તેલ જરૂર મુજબ
મીઠું જરૂર મુજબ
હીંગ

રીત :

એક કઢાઈ મા પાણી ગરમ કરી તેમા પાલક ને 2 મિનિટ બોઇલ કરવી.અને તેને ઠંડા પાણી મા કાઢી લેવી.પછી પાલક ની પ્યોરી બનાવી લેવી.

20 લસણ ની કલી ને ક્રશ કરી લેવી.કઢાઈ મા તેલ ગરમ કરી જીરૂ ,હીંગ ,લસણ નો વઘાર કરી ડુંગળી અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી.

ડુંગળી ચઢી જાય એટલે પાલક પ્યોરી ઉમેરવી.ત્યાર બાદ મીઠું ,મરચું ,હલદર ,ધાણાજીરું ઉમેરવું.પછી લિમ્બુ નો રસ ઉમેરવો.

તૈયાર થયેલ લસુની પાલક મા ઉપરથી વઘાર એડ કરવો.2 સ્પૂન તેલ લઈ તેમા જિણુ સમારેલુ લસણ અને તલ ઉમેરી વઘાર તૈયાર કરવો.
લસૂની પાલક બાઉલ મા સર્વ કરી વઘાર થી ગાર્નિશ કરવું

નોંધ :લસણ ની કોન્ટિટિ ઓછી વધતી લઈ શકાય.બટર નો ઉપયોગ કરી શકાય.

નિધિ શુકલ (વલસાડ )