Make your Favorite Paneer Veg. Masala (પનીર વેજીટેબલ્સ મસાલા) in Gujarati language

All types of people like paneer. In Gujarat, Most of people eat Paneer sabji in hotel,resturant. Paneer Veg. Masala is most spicy and delicious sabji.. Let’s try here!!

પનીર વેજીટેબલ્સ મસાલા (Paneer Veg. Masala)

Paneer Veg Masala Punjabi sabji

સામગ્રી

૨૫૦ ગ્રામ પનીર
૩ મીડીયમ ડુંગળી
૪ ટમેટા
૩ કેપ્સિકમ ચોરસ ટુકડામાં કાપેલા
૧ ટેબલસ્પૂન ગાજરના ટુકડા
૧ ટુકડો આદુ
૭ થી ૮ કળી લસણ
૧ ટેબલસ્પૂન કાજુના ટુકડા
૨ ટીસ્પૂન મેથી દાણા
૧ ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર
૧ કપ દૂધ
૧ ટીસ્પૂન લાલ મરચું
૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
૧/૨ ટીસ્પૂન ખાંડ
૧ – ૨ લીલા મરચા લાંબી ચીરી કરેલા
૨-૩ ટેબલસ્પૂન બટર
૩-૪ ટેબલસ્પૂન તેલ
૨-૩ ટેબલસ્પૂન ક્રીમ
થોડા લીલા ધાણા
મીઠું સ્વાદ પ્રમાણે

યોગ્ય પદ્ધતિ :

બે ડુંગળીના મોટા ટુકડામાં કાપી, તેમાં આદુ અને લસણ નાંખી, મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવવી. એક ડુંગળીના ગોળ પિત્તા કાપવા. પનીરના નાના નાના ટુકડા કરી, થોડા તેલમાં ગોલ્ડન કલરના તળી, સાઈડમાં રાખવા.

ટમેટાને ગરમ પાણીમાં ૪-૫ મિનિટ રાખી, તેની છાલ કાઢી, મિક્સરમાં ક્રશ કરી, ગરણીથી ગાળી, તેની પ્યુરી બનાવવી. એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં ડુંગળીની પેસ્ટ નાંખી, તે સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.

હવે તેમાં લાલ મરચું નાંખી, મિક્સ કરી, તેમાં ધીમે ધીમે દૂધ નાંખી હલાવતા રહેવું. પછી તેમાં કાજુના ટુકડા, ટમેટાની પ્યુરી નાંખી, મિક્સ કરી, થોડીવાર સુધી ઉકળવા દેવું.

હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને થોડું પાણી નાંખી, બરાબર મિક્સ કરી, ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવવી. ગ્રેવી થોડી ઘટ્ટ થાય પછી તેમાં મેથી દાણા નાખી સાઈડમાં રાખવી.

એક બીજા વાસણમાં બટર ગરમ કરી, તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, ગાજરના ટુકડા અને ડુંગળીની રીંગને થોડીવાર સાંતળવી. પછી પનીરના ટુકડા અને શાકને મસાલા ગ્રેવીમાં મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી નાંખી, ઢાંકણ ઢાંકીને, ધીમા તાપે થોડીવાર ચડવા મુકવું.

શાક બરાબર ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં લીલા ધાણા નાંખવા. પીરસતા પહેલા તેની ઉપર થોડી ક્રીમ નાંખવું. ગરમગરમ પનીર વેજ મસાલા ફુલ્કા રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસવું.

નોધ :

પનીરને તળ્યા વિના ઉપયોગમાં લેવું હોય તો પનીરના ટુકડાને થોડીવાર ઉકળતા પાણીમાં નાખીને કાઢી લેવા. ગ્રેવી જેટલી પાતળી બનાવવી હોય તે પ્રમાણે તેમાં પાણી નાંખવું.

રસોઈની રાણી : પીનલ પ્રજાપતિ