How to Make Dal Pakwan? Sindhi Recipe

Let’s see here most famous recipe of Dal Pakwan. It is most popular and favorite food in Sindhi…

Now Make Sindhi Dal Pakwan!!

Dal Pakwan

દાલ પકવાન (Dal Pakwan)

સામગ્રી :-

દાલ બનાવવા —

* એક વાડકી ચણા ની દાળ
* 2 ચમચી લાલ મરચુ
* 11/2 ચમચી ધાણાજીરૂ
* 1/4 ચમચી હળદર
* 1ચમચી આમચુર પાવડર
* 2 ચમચી તેલ વઘાર માટે
* મીઠુ સ્વાદ મુજબ
* 1/4 ચમચી જીરૂ.
* પકવાન બનાવવા
* એક કપ મેદા નો લોટ
* 2 ચમચી સોજી
* 1/4 ચમચી મરી અને જીરૂ (અધકચરેલા )
* મીઠુ સ્વાદ મુજબ
* 2ચમચી ધી મૌણ માટે
* તેલ પકવાન તળવા.
* સવૅ કરવા :-
* બારીક સમારેલી ડુગળી
* લસણ – ટામેટા ની તરી
* કોથમીર.

રીત. : –

– સૌ પ્રથમ એક વાસણ મા પકવાન ની બધી સામગ્રીલઈ ને ફરસી પૂરી જેવો લોટ બાધંવો.
– લોટ ને દસ મિનિટ પછી કેળવી તેમા થી મોટી કડક પૂરી બનાવી બાજુ પર મૂકી દેવી.
– હવે દાલ માટે ચણા ની દાળ ને અઘૉ કલાક પલાળી આખી રહે તેમ બાફવી.
– પછી એક પાન મા તેલ અને જીરા નો વઘાર કરવો
– એ વઘાર મા થોડુ પાણી નાખી તેમા બધા મસાલા નાખી એક રસ થવા દેવુ ત્યાર બાદ તેમા બાફેલી દાળ નાખી એક ઉભરો આવે ત્યા સુધી ગેસ પર રાખવુ.
– સવૅ કરવા માટે એક બાઉલ મા દાલ લેવી તેના પર ડુગળી, તરી , કોથમીર નાખી
તેને પકવાન સાથે ગરમ ગરમ સવૅ કરવુ.
— ૮થી ૧૦ કળી લસણ,એક ટામેટુ, ૨ ચમચી લાલ મરચુ મીઠુ બધુ ભેગુ કરી પીસી લેવુ અને ૨ ચમચા તેલ નાખી ખદખદાવુ. ( પિકચર મા દેખાડીયુ છે. )

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)