How to Make Navratan Korma Recipe in Gujarati?

Welcome Back!! My Friends..

After one year ago I had started this gujjufood blog, but the friends, I had busy with my job. Now let’s start again!!

Have a look at here all Gujarati people love this Punjabi sabzi, its name is Navratan Korma…

Let’s look at here Recipe of Navratan Korma in Gujarati!!

 

how to make navratan korma

નવરત્ન કોરમા અત્યંત સ્વાદિષ્ટ મુગલાઈ રિસિપી છે, જેને તમે કોઈ પણ ખાસ મોકો અથવા તહેવાર પર તમારા કુટુંબ અને મિત્રો માટે બનાવી શકો છો. આ ઇઝી રેસિપિ માટે તમે ઘરે પણ કોઈપણ સમયે બનાવી શકો છો. આ લિઝીજ ડીશને ફ્લેવર અને સુગંધને બધા લોકો ખૂબ પસંદ કરે છે. તમે તેને કીટી પાર્ટી, પોટ લક, બુફે કે મોકો પર બનાવો, તમારા મહેમાનોનું હૃદય જીતી શકે છે.

સામગ્રી

  • ½ કપ હેવી ક્રીમ
  • 150 ગ્રામ પનીર
  • 1 કપ મટર
  • 1 કપ સિમલા મિર્ચ,
  • ½ કપકિશમિશ,
  • ½ ટીસ્પૂન મસાલા પાવડર
  • 1 ટીસ્પૂન હળદર,
  • 200 મિલી ટમેટો પ્યુરી,
  • 1 ટી સ્પૂન, લસણની પેસ્ટ,
  • 2 ટેબલસ્પૂન બદામ
  • 4 ટેબલસ્પન વેજીટેબલ ઓઇલ
  • ½ કપ દૂધ
  • 1 1/2 ગ્રામ બટાકા
  • 1 કપ બીન
  • 1 કપ ગાજર
  • 1 ½ કપ પાણી
  • 2 ½ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર,
  • 1 ½ સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટીસ્પૂન આદુની પેસ્ટ
  • 2 મીડિયમ ડુંગળી,
  • એ ટેબલસ્પૂન કાજૂ,
  • નમક સ્વાદાનુસાર,

રીત :

નવરત્ન કોરમા એ એક સરળ પણ સ્વાદિષ્ટ ડીશ છે, જેને તમે ઘરેથી સરળતાથી બનાવી શકો છો. આ રેસિપિ માટે ઘરેલું બનાવવા માટે સૌથી પહેલા બટાકા, બીન્સ, શિમલા મરચું, ગાજર, ને ગાજર માટે ચૉપિંગ બોર્ડ પર કાપી લો. પછી ડુંગળી ને સમારી લો. અને પનીરના ટુકડા કરો. હવે સોસપેનમાં થોડું તેલ ઉમેરો, મીડિયમ આંચ પર ગરમ કરો. જ્યારે તેલ ગરમ થાય છે તેમાં બદામ અને કાજૂ નાખવા. અને તેને બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.

2હવે તેમાં ડુંગળી નાખો ને સારી હલાવી મિકસ કરો અને એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ તેમાં આદું લસણની પેસ્ટ એડ કરો અને હલાવો.

હવે તેમાં ટમેટો પ્યુરી, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું અને ગરમ મસાલા પાવડર એડ કરો અને ફરીથી સારી રીતે હલાવો.

હવે આ પૅન માં પાણી અને કિશમીશ, ગાજરસિમલા મરચું , બીન્સ, આલુ અને મટર નાખો. આ બધી સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ઉકાળો. મિશ્રણ માટે 20-25 મિનિટ માટે ધીમી આંચાઈ પર ઉકાળવું પછી ત્યાં બીજી બાજુ મીડિયમ આંચ પર એક ફ્રાયિંગ પાન રાખો અને તેમાં તેલ ઉમેરો. જ્યારે તેલ થોડું ગરમ થાય છે તેમાં પનીરના ટુકડાઓ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન બનવા સુધી તળો. પછી પ્લેટ પર ટિશૂ રાખીને ફ્રાઈડ પનીર આપર ઉપર કાઢો જેથી વધારાની તેલ બહાર નીકળી જાય.

હવે ફ્રાઈડ પનીર સૉસપૅન માં એડ કરો અને દૂધ અને ક્રીમ પણ એડ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને 4-5 મિનિટ સુધી ગરમ કરો.

ઉપરથી નમક એડ કરો અને હલાવી લો. તો તૈયાર છે તમારા નવરત્ન કોરમાં, ગરમાગર્મ સર્વ કરો.

Resource:રસોઈની રાણી

This Navratri!! Make Farali Dosa – Recipe of Farali Dosa in Gujarati

Navali Navratri is come!!! In Gujarat, many gujju people have fast these 9 days and celebrate Navratri 9 days..

Let’s see here We provide special farali recipe for Dosa food lovers. Here read recipe of Farali Dosa ..

“ફરાળી ઢોસા”(Farali Dhosa)

Farali Dosa

સામગ્રી :ઢોસા માટે
200 ગ્રામ મૌરીયૌ
100 ગ્રામ સાબુદાણા
100 ગ્રામ દહીં
2 ટી સ્પૂન જીરુ
સિંધવ મીઠુ
તેલ
સ્ટફીંગ માટે
3 બાફેલા બટાટા
1-1/2 ટી સ્પૂન લીલા મરચા પેસ્ટ
1 ટી સ્પૂન આદું પેસ્ટ
1 ટી સ્પૂન લિમ્બુનો રસ
સિંધવ મીઠુ
કોથમીર
જીરુ
તેલ
રીત :
-સૌ પ્રથમ સાબુદાણા અને મૌરેયાને 5-6 કલાક પલાળીલો
-તેમાંથી પાણી કાઢીને ,દહીં સાથે મિક્ષચરમા બારીક પીસીલો .( જરૂર પડે તોજ પાણી ઉમેરવું )
-તેમાં જીરુ અને સ્વાદ અનુસાર સિંધવ મીઠુ નાખીને 30 મિનીટ્સ રેસ્ટ આપો .
-ત્યાંસુધી સ્ટફિંગ રેડી કરવુ .
-એક કડાઇમા ,તેલ મૂકી જીરુ તતળાવવુ .તેમાં આદું મરચાંની પેસ્ટ નાખીને બાફેલા બટાટાનો માવો વઘારવો .
-તેમાં સિંધવ મીઠુ ,લિમ્બુનો રસ અને કોથમીર નાખવી.
-હવે નોન સ્ટીક પર થોડું તેલ લગાડીને ,તૈયાર ખીરા માંથી ઢોસો ઉતારો .બંને બાજુ ચઢે એટલે વચ્ચે બટાટાનુ સ્ટફ કરી ,ઢોસો ફોલ્ડ કરવો .
-ગરમા ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો .
રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

How to Make recipe of Khasta Kachori in Gujarati language?

Now a day Khasta Kachori is one of the famous food item in Gujarat. Mostly Gujarati people eat khasta Kachori like farsan..

Let’s read here recipe of  Khasta Kachori in Gujarati language

ખસ્તા કચોરી (Khasta Kachori)

khasta kachori recipe

સામગ્રી :-

સ્ટફીંગ માટે

૨ થી ૩ બાફીને સ્મેસ કરેલા બટાકા
૨ બારીક સમારેલા લીલા મરચા
૧/૨ ટૂકડો આદુ બારીક ચોપ કરેલુ
૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ ટી.સ્પૂન લાલ મરચુ
૧/૨ ટી.સ્પૂન આમચુર પાવડર
૧ ટી.સ્પકન ધાણાજીરૂ
મીઠુ સ્વાદ મુજબ
બારીક ચોપ કરેલી કોથમીર
કચોરી ના પડ માટે
૧ કપ મેંદો
૧ ટે.સ્પૂન તેલ
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ

રીત :-

એક બાઉલમાં લોટ બાંધવાની બધી સામગ્રી ભેગી કરી થોડો ઢીલો લોટ બાધી ૧૫ થી ૨૦ મિનિટ રેસ્ટ આપવા માટે ઢાકી ને મૂકી દો.
હવે એક પેન માં એક ટે.સ્પૂન તેલ લઈ તેલ ગરમ થાય એટલે લીલા મરચા , આદુ ,બીજા સૂકા મસાલા નાખી હલાવો હવે તેમાબટાકા , કોથમીર નાખી મિકસ કરી ૧ મિનિટ સાતળો એટલે મસાલો બટાકા મા મિકસ થઈ જાય .હવે આ સ્ટફીંગ ને એક બાઉલમાં કાઢી ઠંડુ થવાદો.

સ્ટફીંગ ઠંડુ થાય એટલે લોટ ને કેળવી તેના થોડા મોટા લુઆ કરો.
હવે એક લુઓ લઈ તેને હાથ થીજ વાટકી જેવો શેપ આપી તેમા ૨ ચમચી સ્ટફીંગ ભરી ચારેબાજુથી બંધ કરી હથેળીથી થોડુ દબાવી ચપટુ કરવુ. આ રીતે બધી કચોરી ભરી તેલ માં ધીમા તાપે ગુલાબી તળી લેવી.
તો તૈયાર છે ખસ્તા કચોરી . એને ચટણી સથે સવૅ કરો. અથવા કચોરી માં ખાડો કરી તેમા બને ચટણી ,( ગળી, અને ગ્રીન તીખી ચટણી) સેવ ,ડુગળી નાખી ચાટ ની જેમ પણ સવૅ કરાય.

નોધં :-

* પૂરી વણી તેમા સ્ટફીંગ ભરી બંધ કરી ફરી હળવા હાથે વેલણ ફેરવી કચોરી તૈયાર કરી શકાય છે.
* આલુમાં ડુગળી નાખીને પણ સ્ટફીંગ તૈયાર થાય છે.આ ઉપરાંત આ કચોરી માટે મગની દાળનુ , અડદની દાળ નુ સ્ટફીંગ પણ કરી શકાય છે.

રસોઈની રાણી: ચાંદની ચિંતન જોશી(જામનગર)

Monsoon Special!! Recipe of Dal Vada in Gujarati

All Gujurati people like Dal vada in rainy season.. In Gujarat, Dal Vada is special food item for Monsoon. When Monsoon start gujju people eat Dal Vada.

Let’s try here spicy Dal Vada recipe in Gujarati language.

દાલ વડા(Daal vada)

Dal Vada recipe

Monsoon special

સામગ્રી:
૧ કપ મગની દાળ
૧ કપ અડદની દાળ
૧ લીલું મરચું ઝીણું સમારેલું
૧ ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ મુજબ
તળવા માટે તેલ

રીત :
૧) મગની દાળ અને અડદ ની દાળ સાફ કરીને બરાબર ધોઈને ૪-૫ કલાક માટે પાણીમાં પલાળી દો.
૨) દાળ પલળી જાય એટલે પાણી નિતારીને થોડુંક કકરું ખીરું વાટી લો.
૩) વાટેલું ખીરું એક વાડકામાં કાઢીને તેમાં ખાવાનો સોડા અને ૧/૪ ટી.સ્પૂ. મીઠું ઉમેરો. તેમાં ઝીણા સમારેલાં લીલાં મરચાં ઉમેરીને બરાબર હલાવી લો.
૪) એક કઢાઈમાં તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે દાલવડા મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળેલા દાલવડાને કિચન પેપર પર કાઢીને બાકીના ખીરા માંથી આ રીતે દાલવડા તૈયાર કરી લો.

રસોઈ ની રાણી:દિપીકા ચૌહાણ(નડિયાદ)

 

How to Make Tasty Sev Puri Chaat

This rainy season enjoy Sev Puri chaat recipe in Gujarati language..Most of all kinds of people like sev puri chaat.

Let’s try here..

સેવ પૂરી (Sev Puri)

Sev Puri Chaat Recipe

સામગ્રી :

૩૦-૪૦ પાણીપૂરીની પુરી 
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૧ કપ બુંદી
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧ ટેબલસ્પૂન લાલ મરચું
૧/૨ કપ લસણ- લાલ મરચાની ચટણી
૧/૨ કપ કોથમીર – ફુદીનાની ચટણી
૧ કપ ઝીણી સેવ
૧ ટેબલસ્પૂન શેકેલા જીરાનો ભૂકો
૧/૨ ટેબલસ્પૂન સંચળ
૧ ટીસ્પુન ચાટ મસાલો
લીલા ધાણા
મીઠું સ્વાદ અનુસાર

રીત :

ડુંગળીમાં ચાટ મસાલો અને થોડા લીલા ધાણા નાંખી, મિક્સ કરી, બાજુ પર રાખવું.
એક બાઉલમાં બાફેલા બટાકાના નાના ટુકડા કરી, તેમાં બુંદી અને સ્વાદ પ્રમાણે મીઠું-મરચું નાંખી, મિક્સ કરી લો.
હવે પૂરીને વચ્ચેથી કાણું પાડી, તેમાં બટાકાનું મિશ્રણ ભરી, એક પ્લેટમાં ગોઠવી દો.
તેમાં થોડું-થોડું ડુંગળીનું મિશ્રણ અને સેવ નાખો.
પછી તેમાં પહેલા લીલી ચટણી નાખો, પછી મરચાની લાલ ચટણી નાખો
ત્યાર પછી તેમાં સેવ, લીલા ધાણા, જીરું પાવડર અને સંચળ નાંખો.

નોધ :

સેવ પૂરી તીખી વધારે સારી લાગે છે.
જો સ્વીટ બનાવવી હોય તો તેમાં થોડી આંબલીની ગળી ચટણી અથવા દહીંની ગળી ચટણી પણ નાંખી શકાય.
પૂરણમાં પણ ઈચ્છા મુજબ ફેરફાર કરી શકાય.

રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)

 

How to make Farali Crispy Bhajiya?

Let’s try this farali crispy and tasty recipe in this shravan month. Many of Gujarati people fast during shravan month.. Here provide farali food recipe..

Let’s try Farali Crispy Bhajiya

ફરાળી ક્રિસ્પી ભજીયા (Farali Crispy Bhajiya)

Farali Crispy Bhajiya

સામગ્રી:

3 નંગ બટાટા
2 વાટકી રાજગરા નો લોટ
1 લીલું મરચું
1 આદું નો ટુકડો
1 ટી સ્પૂન મરી પાવડર
5 ટી સ્પૂન કોથમીર
1 વાટકી છાસ
2 ટી સ્પૂન લીંબુ નો રસ
મીઠુ સ્વાદ અનુસાર
તેલ તળવા માટે

બનાવાની રીત

સૌ પ્રથમ બટાટા ની છાલ ઉતારી ખમણી લો.હવે તેમાં મીઠું નાખી 5 મિનીટ ઢાંકી ને રાખવું.
હવે એ ખમણ નો લાડવો વાળી બધું પાણી કાઢી નાંખો.
હવે તેમાં લીંબુ નો રસ,રાજગરા નો લોટ,છીણેલું આદું,ઝીણું સમારેલ લીલું મરચું, મરી પાવડર,કોથમીર અને છાસ નાખી બધું સરખું મિક્સ કરવું(ભજીયા નો લોટ થોડો કઠણ રાખવો જેથી ભજીયા સરખા ગોળ બને)
હવે ઍક પેન માં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટ્લે બનાવેલા મિશ્રણ માંથી ભજીયા બનાવો .તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળવા એટ્લે ક્રિસ્પી લાગશે.
તૌ તેયાર છે
ક્રિસ્પી ફરાળી ભજીયા

ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરવા.

નોંધ:

આદું મરચા વાટી ને પણ નાખી શકાય
મીઠું બટાટા ખમણા ત્યારે નાખેલું છે એટ્લે પછી નથી નાખવાનું

રસોઈ ની રાણી:સુરભી જોશી(રાજકોટ)

How to Make Corn Paneer Masala?

Do you like Corn and Paneer? Let’s try this monsoon season corn recipe..

કોર્ન પનીર મસાલા

Paneer Corn Sabzi
સામગ્રી:

1 કપ પનીર ચોરસ કાપેલા
1 કપ બાફેલી મીઠી મકાઇ ના દાણા
1/2 કપ ડુંગળી ની ગ્રેવી
1 તેજ પત્તી,
(1 “) તજ
2 લવિંગ
1 tsp મરચાંનો પાવડર
4 ટામેટાં ની ગ્રેવી
1/2 કપ દહીં
2 tbsp તાજુ ક્રીમ
1 tsp ખાંડ
1 tsb હળદર
1/2 tsp ગરમ મસાલા
2 tbsp તેલ
સ્વાદ માટે મીઠું

પેસ્ટ માટે :

1 tbsp કાજુ (kaju) ના ટુકડા
1 tbsp ખસખસ (khus-khus)
2 લસણ ની કળી
½ “આદુ
3 ચમચી દૂધ
સજાવા માટે વાપરવાની સામગ્રી:
સમારેલી કોથમીર

રીત:

પેસ્ટ માટે :

• ગરમ દૂધ મા કાજુ અને ખસખસ 20-30 મિનિટ માટે પાલાડો.
• આદુ લસણ ની પેસ્ટ તૈયાર કરો.
• મકાઈ ના બાફેલા દાના ની પેસ્ટ તૈયાર કરો.
• એક પેન માં તેલ ગરમ કરી ડુંગળી ની ગ્રેવી, તેજપત્તા, તજ, લવિંગ ઉમેરી સાંતળો.
• પછી આમા મરચાં નો પાવડર, આદુ લસણ ની પેસ્ટ અને મકાઈ પેસ્ટ ઉમેરો. પછી ટામેટા ની ગ્રેવી ઉમેરી 3 થી 4 મિનિટ માટે સાંતળો.
• દહીં, ક્રીમ, ખાંડ, ગરમ મસાલા અને મીઠું ઉમેરો ધીમા ગેસ પર થવા દો.
• ગ્રેવી ઘટ્ટ થશે અને તેલ મસાલા થી છુટુ પડે પછી એમા જરુર મૂજબ પાણી ઉમેરો.
• પનીર નાખી મધ્યમ ગેસ પર 5 મિનિટ રાખો.
• કોથમિર થી સજાવી પરોઠા, રોટલી અથવા જીરા રાઇસ સાથે સર્વ કરો.

રસોઇ ની રાણી : દિપિકા ચોહાણ (નડિયાદ)

Recipe of Cheese stuffed batata wada/ Cheese aloo bonda/ Cheese potato wada

Mostly people or kids like cheese and potato. In Gujarat, Most of gujju people love potato and like variety foods item make by potato.

Let’s see here Recipe of Cheese stuffed batata wada/ Cheese aloo bonda/ Cheese potato wada  (ચીઝ આલુ વડા)

ચીઝ આલુ વડા(cheese aalu vada)

cheese aalu or potato vada

સામગ્રી

4 નંગ બાફેલા બટાટા
1 ચમચી વાટેલા આદું મરચાં
1 વાટકી કોથમીર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું
1/2 ચમચી ગરમ મસાલો
મીઠુ સ્વાદ પ્રમાણે
1 ચમચી ખાંડ
1 ચમચી લીંબુ નો રસ
1 વાટકી સમારેલી ચીઝ કયૂબ
1 વાટકો બેસન
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી સોડા
1/4 ટી સ્પૂન લીંબુ નો રસ
તેલ તળવા માટે

રીત

બાફેલા બટાટા ને મેસ કરી તેમાં આદું મરચા,કોથમીર,લાલ મરચું પાવડર,ધાણાજીરું,મીઠું, ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી બધું મિક્સ કરી બોલ વાળો હવે બોલ ની વચ્ચે નાની ચીઝ કયૂબ મુકી પાછો બોલ વાળો આ રીતે બધાં આલુ વડા તૈયાર કરો.

હવે ઍક બાઉલ માં ચણા નો લોટ લઇ તેમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો.હવે ગેસ પર તેલ ગરમ થાવા મૂકો તેલ ગરમ થાઈ જાય એટ્લે ચણા નાં લોટ નાં ખીરા માં ચપટી સોડા અને લીંબુ નો રસ ઉમેરી હલાવી લો.
હવે તેમાં બનાવેલા આલુ વડા મિશ્રણ માં નાખી રગદોળી ગરમ તેલ મ ફ્રાય કરી લો.

તૌ તૈયાર છે ચીઝ આલુ વડા

રસોઈ ની રાણી(ચાંદની ચિંતન જોશી,જામનગર)

 

How to Make Instant Dhokla in Gujarati?

Dhokla is all time favorite foods in Gujarati. All gujju and kids like dhokla ,here read full recipe of instant Dhokla..It is most favorite snack and farsan in Gujarat.

ઈનસ્ટંટ ઢોકળા (Instant dhokla)

Instant Dhokla

સામગ્રી

2 કપ રવો
1 કપ ચોખાનો લોટ
1 મોટી વાટકી ખાટું દહીં અથવા ખાટી છાસ
1 ચમચી આદું મરચા ની પેસ્ટં
મીઠુ સ્વાદ પ્રમાણે
1/4 ચમચી સોડા
કોથમીર
ચપટી લાલ મરચું પાવડર

રીત:

રવો અને ચોખાનો લોટ મિક્સ કરી તેમાં દહીં અથવા છાસ નાખી મીઠું, આદું-મરચાની પેસ્ટ નાખીને ૨૦ મિનિટ ઢાંકી રાખો. હવે એ મિશ્રણ માં થોડું પાણી ઉમેરી ઢોકળા નું ખીરું તૈયાર કરો.ઢોકળીયામાં પાણી મૂકીને ૮ થી ૧૦ ઇંચની થાળીમાં તેલ લગાવી તેમાં ગરમ કરવા મૂકો. તૈયાર કરેલા મિશ્રણમાં સોડા ઉમેરી હલાવીને થાળીમાં રેડી લો. કોથમીર અને લાલ મરચું છાંટી ૧૫ થી ૨૦ મિનિટ હળવાં ગેસ પર ચડવા દો. ચડી જાય એટલે કાપા પાડી લો. ગરમા ગરમ સર્વ કરો.

રસોઈની રાણી :ચાંદની ચિંતન જોશી(જામનગર)

Recipe of Sandwich Pizza in Gujarati language

Every Gujarati people like Sandwich and Pizza. Both are most favourite food items in kids..

Let’s try here Sandwich Pizza in Gujarati language…

સેન્ડવીચ પીઝા (Sandwich Pizza)

Sandwich Pizza

 

સામગ્રી:

૪- સ્લાઈઝ બ્રેડ
૨ – કેપ્સીકમ
૨ થી ૩- મિડીયમ સાઈઝ નાં કાંદા
૨ થી ૩ – મિડીયમ સાઈઝ નાં ટમેટા
૧ – નાની કાકડી / ગાજર(optional)
(જેમને નાખવા હોય નાખી શકે છે)
૧ – નાનો બાઉલ(વાટકી) કોથમીરની ચટણી
ટોમેટો કેચપ
પીઝા મસાલો
સેન્ડવીચ મસાલો
બટર
ચીઝ ક્યુબ

રીત:

એક બાઉલ માં કેપ્સીકમ, કાંદા
અને ટમેટા બધુ જીણું કાપી લો.
હવે તેમાં કોથમીરની ચટણી
ટોમેટો કેચપ, પીઝા મસાલો,
સેન્ડવીચ મસાલો નાંખી બરાબર મિક્ષ કરી લો.
હવે બીજી સાઈડ નોન સ્ટીક પેન માં૧/૨ બટર નાંખી ૨ સ્લાઈઝ મુકો. થોડી ક્રીસ્પી/ બ્રાઉન થવા લાગે એટલે એ બંને સ્લાઈઝ ની સાઈડ ફેરવી બંને સ્લાઈઝ પર કોથમીરની ચટણી લગાવો.
હવે અેક સાઈડ પર મિક્ષ કરેલ મિશ્રણ નાંખી બીજી સ્લાઈઝ તેના પર મુકી ક્રીસ્પી બ્રાઉન કલર થાય એટલે એને બીજી સાઈડ ફરવી બીજી સાઈડ પણ ક્રીસ્પી બ્રાઉન કલર થવા દો પછી એને એક ડીશ માં કાઢી પીઝા કટર થી ચાર પીસ માં કટ કરી ઉપર બટર લગાવી ચીઝ નાંખી ગરમા ગરમ સર્વ કરો.
તો રેડી છે સેન્ડવીચ પીઝા.

રસોઇ ની રાણી : ખુશ્બુ દોશી, સુરત.