This rainy season enjoy Sev Puri chaat recipe in Gujarati language..Most of all kinds of people like sev puri chaat.
Let’s try here..
સેવ પૂરી (Sev Puri)
સામગ્રી :
૩૦-૪૦ પાણીપૂરીની પુરી
૨૦૦ ગ્રામ બાફેલા બટાકા
૧ કપ બુંદી
૧/૨ કપ ડુંગળી બારીક સમારેલી
૧ ટેબલસ્પૂન લાલ મરચું
૧/૨ કપ લસણ- લાલ મરચાની ચટણી
૧/૨ કપ કોથમીર – ફુદીનાની ચટણી
૧ કપ ઝીણી સેવ
૧ ટેબલસ્પૂન શેકેલા જીરાનો ભૂકો
૧/૨ ટેબલસ્પૂન સંચળ
૧ ટીસ્પુન ચાટ મસાલો
લીલા ધાણા
મીઠું સ્વાદ અનુસાર
રીત :
ડુંગળીમાં ચાટ મસાલો અને થોડા લીલા ધાણા નાંખી, મિક્સ કરી, બાજુ પર રાખવું.
એક બાઉલમાં બાફેલા બટાકાના નાના ટુકડા કરી, તેમાં બુંદી અને સ્વાદ પ્રમાણે મીઠું-મરચું નાંખી, મિક્સ કરી લો.
હવે પૂરીને વચ્ચેથી કાણું પાડી, તેમાં બટાકાનું મિશ્રણ ભરી, એક પ્લેટમાં ગોઠવી દો.
તેમાં થોડું-થોડું ડુંગળીનું મિશ્રણ અને સેવ નાખો.
પછી તેમાં પહેલા લીલી ચટણી નાખો, પછી મરચાની લાલ ચટણી નાખો
ત્યાર પછી તેમાં સેવ, લીલા ધાણા, જીરું પાવડર અને સંચળ નાંખો.
નોધ :
સેવ પૂરી તીખી વધારે સારી લાગે છે.
જો સ્વીટ બનાવવી હોય તો તેમાં થોડી આંબલીની ગળી ચટણી અથવા દહીંની ગળી ચટણી પણ નાંખી શકાય.
પૂરણમાં પણ ઈચ્છા મુજબ ફેરફાર કરી શકાય.
રસોઈની રાણી : દીપિકા ચૌહાણ (નડીયાદ)