How to make Instant Bread Medu Vada?

Make South Indian style Instant Bread Medu vada. Now a days many Gujarati people most favorite Mendu Vada, but see here different style with instant make Bread Medu vada..

ઇન્સ્ટન્ટ મેંદું વડા (Instant Bread menduvada)

Instant Bread Medu vada

સામગ્રી:

6 નંગ બ્રેડ સ્લાઈસ
1 વાટકી ચોખા નો લોટ
1/4 કપ રવો
1 કપ દહીં
1 ટી સ્પૂન જીરું પાવડર
મીઠું સ્વાદ અનુસાર
1 નંગ ઝીણી સમારેલ ડુંગળી
1 નંગ ઝીણું સમારેલ લીલું મરચું
1 ટી સ્પૂન આદું લસણ ની પેસ્ટઃ
કોથમીર
તેલ તળવા માટે

બનાવાની રીત:

સૌ પ્રથમ ઍક મોટા બાઉલ માં બ્રેડ નો ભૂકો કરી નાખો. હવે તેમાં રવો,ચોખા નો લોટ,જીરું પાવડર,મીઠું, આદું લસણ ની પેસ્ટઃ,ડુંગળી,લીલું મરચું, દહીં અને કોથમીર નાખી બધું સરખી રીતે મિક્સ કરી લો મિશ્રણ જાડું રાખવાનું છે.
હવે તેમાં થી નાનાં બોલ વાળી ટીકકી ની જેમ શેપ આપી આંગળી વડે વચ્ચે કાણું પાડો.
હવે તેને તેલ માં નાખવા ટાઈમે ગેસ ફાસ્ટ રાખવો પછી સ્લો કરી ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો.

તો તેયાર છે ઇન્સ્ટન્ટ મેંદું વડા

ચટણી અથવા સંભાર સાથે સર્વ કરો

નોંધ:જીરું પાવડર ની જગ્યા આખું શેકેલૂ જીરું પણ નાખી શકાય

માપ થી 7 થી 8 મેંદું વડા બનશે.

રસોઈ ની રાણી:ચાંદની ચિંતન જોશી(જામનગર)

Advertisements