Creamy Macaroni Spinach Bake Recipe in Gujarati | Gujarati Recipe

Do you like dry Pasta? Macaroni is one type of dry pasta. So let’s try here yummy creamy Macaroni Spinach recipe in Gujarati language.

Enjoy here :

ક્રિમિ સ્પિનચ મેક્રોની :

creamed spinach macaroni

સામગ્રી :

3 સ્પૂન બટર
2 સ્પૂન મેંદો
2 ચીજ ક્યુબ
1 કપ દૂધ
1 કપ પાલક (જીણી સમારેલી )
મીઠું જરૂર મુજબ
મરી પાવડર જરૂર મુજબ
2 કપ બોઇલ કરેલી મેક્રોની
ઓરેગાનૉ
ચીલી ફ્લેક્સ
ચીજ ગાર્નિશિઁગ માટે

રીત :

નોનસ્ટિક પેન મા બટર ગરમ કરી મેંદો શેકવો.પછી તેમા દૂધ ઉમેરતા જવુ અને સતત હલાવતા રેહવુ.થિક કન્સિસ્ટેન્સી થાય એટલે તેમા છીણેલું ચીજ ઉમેરવું.અને મીઠું ,મરી પાવડર ,ઓરેગાનૉ ,ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્ષ કરવુ.

ત્યાર બાદ તેમા જીણી સમારેલી પાલક અને બોઇલ કરેલી મેક્રોની ઉમેરવી.

બધુ મિક્ષ કર્યા પછી ચીજ અને ઓરેગાનૉ ,ચીલી ફ્લેક્સ થી ગાર્નીશ કરવું.અને ગરમ જ સર્વ કરવું.

નોંધ :મેક્રોની ને ગરમ પાણી મા ઓઈલ અને મીઠું ઉમેરી બાફ્વી.
પાલક સાથે કોર્ન ,કેપ્સીકમ કે કોઈ પણ વેજિટેબલ લઈ શકાય.

રસોઈની રાણી – નિધિ શુકલ (વલસાડ )