How to Make Cheez Chinese Toast in Gujarati Style?

In Gujarat, all gujju’s like Chinese food items and mostly kids favourite cheez item with Chinese item..

Let’s see here all time favourite Cheez Chinese Toast recipe in Gujarati language.

ચીઝી ચાઇનીઝ ટોસ્ટ (Cheez Chinese Toast )

Cheez Chinese Toast

* સામગ્રી :-
– સેન્ડવીચ બ્રેડ : ૮ નંગ
– કોબીજ, ગાજર, ફણસી, કેપ્સીકમ લાંબા સમારેલ : ૧/૨ બાઉલ
– બાફેલ નુડલ્સ : ૧/૨ બાઉલ
– સોયા સોસ : ૧ ટી.સ્પુન
– ચીલી સોસ : ૨ ટી.સ્પુન
– સુકી અથવા લીલી ડુંગળી : ૨ નંગ
– આજીનો મોટો : ૧/૪ ટી.સ્પુન
– મીઠું : સ્વાદ પ્રમાણે
– આદુ, મરચા, લસણ ની પેસ્ટ : ૨ ટી.સ્પુન
– લીલી ચટણી [કોથમીર, ફુદીના, આદુ-મરચા ની]
– ટોમેટો કેચપ
– ચીઝ : ૪ ક્યુબ

* રીત :-

– સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ટી.સ્પુન તેલ લઇ તેમાં આદુ-મરચા-લસણ ની પેસ્ટ સાંતળી પછી તેમાં લીલી અથવા સુકી ડુંગળી સાંતળવી.
– ત્યારબાદ તેમાં લાંબા સમારેલ કોબીજ, ગાજર, ફણસી અને કેપ્સીકમ ને ૩ મિનીટ સાંતળવા.
– હવે તેમાં મીઠું, આજીનો મોટો, બાફેલ નુડલ્સ, ચીલી સોસ, સોયા સોસ, વગેરે નાખવું.
– હવે તેને ગેસ પરથી નીચે ઉતારી ૨ ક્યુબ ચીઝ નાખવું.
– ત્યારબાદ એક બ્રેડની સ્લાઈસ ની આગળ-પાછળ બટર લગાવી તેની ઉપર લીલી ચટણી લગાવવી
– અને, તેની ઉપર ચાઇનીઝ મિશ્રણ પાથરી બીજ બ્રેડ ની પણ આગળ-પાછળ બટર લગાવી – એક બાજુ ટોમેટો કેચપ લગાવી તેને સેન્ડવીચ તરીકે ગોઠવવી.
– હવે આ તૈયાર સેન્ડવીચ ને ટોસ્ટ કરી લેવી.
– ટોસ્ટ પર ચીઝ ખમણી લીલી ચટણી અને ટોમેટો કેચપ વડે ચેક્સ કરી, ચાઇનીઝ સલાડ સાથે એકમ્પની કરી આ “ચીઝી ચાઇનીઝ ટોસ્ટ” સર્વ કરવા.

રસોઈની રાણી : હર્ષા મેહતા (રાજકોટ)

 

One thought on “How to Make Cheez Chinese Toast in Gujarati Style?

Leave a comment