How to cook Paneer Kofta Curry?

Do you know Paneer Kofta curry is well know cuisine in Punjab and also Gujarati. Now day Gujarati people like panner kofta sabji.. So, Now!! let’s see here and try it!!

પનીર કોફ્તા (paneer kofta curry )

paneer kofta new

સામગ્રી:

કોફ્તા માટે:
200 ગ્રામ પનીર
2 બાફેલા બટાકા
1 જીણું કાપેલું લીલું મરચું
1/2 ચમચી કાપેલું આદુ
1/2 ચમચી લીંબુ નો રસ
1 ચમચો કાપેલી કોથમીર
1 1/2 ચમચો કોર્ન ફ્લોર
6-8 કાપેલા કાજુ
મીઠું સ્વાદ અનુસાર
તેલ તળવા માટે

કરી માટે:
3 ટામેટા
2 ચમચા કાજુ (20 મિનિટ પાણી માં પલાળી પેસ્ટ બનાવી )
2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
1 કાંદો
1/2 ઇંચ તજ
1/2 ચમચી જીરું
2 લવિંગ
1/4 ચમચી હળદર
1/2 લાલ મરચું પાવડર
1 1/2 ચમચી ધાણા જીરું
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી ખાંડ
1/2 ચમચી કસૂરી મેથી
2 ચમચી તેલ
1/2 કપ પાણી

રીત:
કોફ્તા બનાવા
• પનીર ખમણી ને એમાં બાફેલા બટાકા,મીઠું,લીંબુ નો રસ,કોર્ન ફ્લોર,કોથમીર,કાજુ અને લીલા મરચા નાખી મિક્સ કરો.
• હાથ માં થોડું તેલ લઇ નાના બોલ વાળો.
• 1 કપ માં 2 ચમચા પાણી માં 1/2 ચમચી કોર્ન ફ્લોર મિક્સ કરો.કોફ્તા ને એમાં 5 સેકન્ડ પલાળી બાજુ માં મુકો.
• તેલ ગરમ કરો. મધ્યમ ગેસ પર કોફ્તા તડો. આછા બદામી રંગ ના થાય પછી બહાર કાઢો

ગ્રેવી માટે:

• ટામેટા ને કાપી ને પેસ્ટ બનાવો.
• પલાળેલા કાજુ ની પેસ્ટ બનાવો.
• કાંદા ની પેસ્ટ બનાવો.
•એક પેન માં તેલ ગરમ કરો. તજ ,લવિંગ નાખો.
• જીરું નાખો. જીરું લાલ રંગ નું થાય પછી કાપેલા આદુ લસણ નાખી સાંતળો.
• કાંદા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
• કાંદા લાલ થાય પછી ટામેટા ની પેસ્ટ નાખી મિક્સ કરો.
• તેલ છુટ્ટુ પડે પછી કાજુ ની પેસ્ટ નાખો.
• પછી હળદર, મરચું, ઘણા જીરું, ખાંડ,મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. 4-5 મિનિટ મધ્યમ
ગેસ પર થવા દો.
•કસૂરી મેથી અને પાણી નાખી થોડી વાર ઉકાળો.
• કોફ્તા નાખી ને ગેસ બંધ કરી દો.
• સર્વિંગ ડીશ માં કાઢી ઉપર કાપેલી કોથમીર અને ખમણેલું પનીર થી સજાવો.
• રોટલી, નાન અથવા પરાઠા સાથે સર્વ કરો.

રસોઈ ની રાની: ચિંતન ભાવસાર (દુબઇ)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s