Recipe of Tikadi Bhajiya (Crispy Onion Pakora )

Let’s read here recipe of all time favorite Gujarati’s Tikadi Bhajiya or Crispy Onion Pakora or Kanda Pakora ..

ટીકડી ભજીયા:

Tikadi Bhajiya | Kanda Pakora | Onion Pakora

સામગ્રી

૧.૫ બેસન
૩-૪ મધ્યમ કદની ડુંગળી એક્દમ ઝીણી સમારેલી
૨-૩ લીલી મરચા
પાણી થોડું જરૂર પડે તો
તળવા માટે તેલ
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું ચમચી
ચપટી હળદર
થોડો ગરમ મસલો
ચપટી સોડા

રીત:

સૌપ્રથમ એક વાટકામાં સમારેલી ડુંગળી નાખો અને બેસન નાખો અને મીઠું પણ ને હલાવો તેમાં પાણી બિલકુલ નાં નાખવું. કેમ કે ડુંગળીમાંથી પાણી છુટશે હવે ૧૫-૨૦ મિનીટ રહેવા દો પછી જુઓ જો ખીરામાં પાણી ની જરૂર લાગે તો જ ઉમેરવું આપણે ભજીયા બનાવીએ તેવું ખીરું રાખવું. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને લીલા સમારેલા મરચા નાખવા.હવે તેલ ગરમ કરવા મુકવું ખીરામાં ચપટી સોડા નાખી બરાબર હલાવવું અને તેલમાં ચમચી કે હાથ વડે જેમ તમને ફાવે તેમ અધકચરા ભજીયા ઉતારવા આવી રીતે બધા ભજીયા અધકચરા ઉતારવા ત્યારબાદ તે ભજીયાને ચપટ વાડકીના નીચેના ભાગ વડે દબાવવા હવે આ રીતે બધા દબાવવા ત્યારબાદ તેને ફરી મીડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવા. ક્રિસ્પી બનાવવા. તો આ રીતે તૈયાર છે ટીકડી ભજીયા.

રસોઈ ની રાણી:જીન્કલ સિન્હા, અમદાવાદ

Leave a comment